દેશના સૌથી મોટા ધનકુબેર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL-આરઆઈએલ) નાં ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ આ વર્ષે 16.5 અબજ ડોલર વધી છે અને તેમની સંપત્તિનું કુલ મૂલ્ય $ 60.8 અબજ ડોલર થયું છે. આ આકારણી બ્લૂમબર્ગ બિલનેયર ઇન્ડેક્સ પર આધારિત છે. પેટ્રોલિયમથી લઇને ટેલિકોમ ક્ષેત્રનાં ટાઇકૂન મુકેશ અંબાણીની કુલ સંપત્તિનું મૂલ્ય મંગળવારે આશરે $ 61 અબજ ડોલર થયા બાદ દુનિયાનાં 12 માં સૌથી અમીર શખ્સ બની ગયા છે. આરઆઈએલનાં શેરોનાં મૂલ્યમાં તાજેતરનાં દિવસોમાં સતત વૃદ્ધી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નાં ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષમાં આરઆઈએલનાં શેરનાં મૂલ્યમાં 41 ટકાનો વધારો થયો છે.
મંગળવારે આરઆઈએલનો શેર અગાઉનાં સત્રની સરખામણીએ 26.90 રૂપિયા એટલે 1.71 ટકાનાં ઘટાડા સાથે શેર દીઠ રૂ. 1,544.50 પર બંધ રહ્યો હતો. અગાઉ, 19 ડિસેમ્બરે જાહેર થયેલ ગ્લોબલ મીડિયા લિસ્ટમાં 500 સૌથી મહત્વપૂર્ણ લોકોની વેરાઇટી મેગેઝિનની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી સહિત દસ ભારતીયોને જગ્યા મળી હતી. આ દસ લોકોમાં બોલિવૂડનાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, બોલિવૂડનાં નિર્માતા આદિત્ય ચોપરા, એકતા કપૂર, રોની સ્ક્રૂલા, અને સિદ્ધાર્થ રોય કપૂર શામેલ છે.
છેલ્લાં દસ વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવકમાં વાર્ષિક 7.2 ટકાનો વિકાસ થયો છે. વર્ષ 2010 માં તે 41.1 અબજ ડોલર હતું. વળી, આઇઓસીની આવકમાં વાર્ષિક ધોરણે 3.64 ટકાનો વધારો થયો છે. 2010 માં તે 54.3 અબજ ડોલર હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇઓસી સિવાય અન્ય ભારતીય કંપનીઓ આ યાદીમાં શામેલ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ), ટાટા મોટર્સ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને રાજેશ એક્સપોર્ટ્સ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
