હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરીને નડ્યો અકસ્માત. સપનાની કારનો અકસ્માત ગુરુગ્રામના હીરો હોન્ડા ચોક પર થયો હતો. આ સમય દરમિયાન, સપનાને કોઈ પણ ઈજા થઇ નથી. પરંતુ સપનાની કારને ઘણું નુકસાન થયું છે. ગુરુવારે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.
સપના સોહના રોડ પર ખરીદી કરીને પરત ફરી રહી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક કારે તેની કારને ટક્કર મારી હતી. આ સમય દરમિયાન સપનાની કારને ઘણું નુકસાન થયું છે. કારને ફ્રન્ટસાઇડ તેમજ પાછળની બાજુએથી પણ ઘણું નુકસાન થયું છે.
https://www.instagram.com/p/B6Zt0WnlbtP/?utm_source=ig_embed
સપના ચૌધરીએ આ અકસ્માત અંગે કોઈ ફરિયાદ નોંધાવી નથી. બાદશાહપુર પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ તેઓને હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ આવે તો તે તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે.
https://www.instagram.com/p/B41G0lhFZE3/?utm_source=ig_embed
વર્કફ્રન્ટની વાત કરીએ તો સપનાએ સિંગિંગ સાથે અભિનય ક્ષેત્રે પણમાં પણ આગળ વધી રહી છે. તેની પહેલી ફિલ્મ દોસ્તી કે સાઈડ ઈફેક્ટ રિલીઝ થઈ ચુકી છે. આ સિવાય સપના પંજાબી, ભોજપુરી અને હિન્દીમાં ગીતો ગાઇ રહી છે. તેના ગીતો હિટ પણ થઇ રહ્યા છે. સપના ચૌધરી ડાન્સ પણ કરતી રહે છે. અને તેના ડાન્સ પરફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
