કોંગ્રેસના 135માં સ્થાપના દિવસ નિમિત્તે આજે દેશભરમાં અને ગુજરાતમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ આ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના ઉપક્રમે ગાંધી આશ્રમ સામેના મેદાનમાં ખાસ સભા અને બાદમાં રેલીનું આયોજન કરાયુ હતુ. સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે આયોજીત આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી ગાંધી આશ્રમથી શરુ થઈ નારણપુરા સ્થિત સરદાર પટેલના બાવલા પાસે પુરી થઈ હતી. અમદાવાદ આવેલા રાજીવ સાતવે પ્રદેશ કોંગ્રેસનુ માળખુ નવા વર્ષમાં જાહેર કરી દેવાશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવેલા પ્રભારી રાજીવ સાતવે સીએએના કાયદાના વિરોધમાં શાહઆલમ વિસ્તારમાં થયેલા તોફાનોમાં કોંગ્રેસી કોર્પોરેટરની સંડોવણી મુદ્દે નિવેદન કર્યુ હતુ કે ગુજરાતમાં 23 વર્ષથી ભાજપની સરકાર છે પણ સરકાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે. જે ભૂલ કરે તેની સામે પગલા લેવાવા જાેઈએ.
રાજીવ સાતવે ખેડૂતો અને તીડના અક્રમણ મુદ્દે સરકાર પર સીધુ નિશાન તાકતા જણાવ્યુ કે ભાષણોમાં પાકિસ્તાનને જવાબ આપવાની વાતો કરનાર ભાજપ સરકાર તીડ મુ્દે કેમ કોઈ વાત કરતી નથી. તેમણે કહ્યુ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ નવુ માળખુ તૈયાર છે અને નવા વર્ષમાં તેની જાહેરાત થશે. રાજીવ સાતવે કહ્યુ કે હવે કોંગ્રેસ 2020ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીમાં લાગી છે અને તેના આધારે 2022ની ચૂંટણીમાં વિજય મેળવવાનું આયોજન છે.
સોનલ અનડકટ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
