Botad News/ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રેડમાર્ક વિવાદમાં નવો વળાંક

સાળંગપુર ધામના પ્રસિદ્ધ હનુમાનજી મંદિર (Hanumanji Temple)સાથે જોડાયેલા ટ્રેડમાર્ક અને કોપીરાઈટ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે

Top Stories Gujarat Others
સાળંગપુર ધામના પ્રસિદ્ધ હનુમાનજી મંદિર (Hanumanji Temple)સાથે જોડાયેલા ટ્રેડમાર્ક અને કોપીરાઈટ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે

Botad News : સાળંગપુર ધામના પ્રસિદ્ધ હનુમાનજી મંદિર (Hanumanji Temple)સાથે જોડાયેલા ટ્રેડમાર્ક અને કોપીરાઈટ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે. આ નિર્ણયને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જોકે, મંદિર ખાતે દર્શન માટે આવતા અનેક ભક્તોએ મંદિર સંચાલનના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

હનુમાનજી મંદિર (Hanumanji Temple)સાથે જોડાયેલા ટ્રેડમાર્ક અને કોપીરાઈટ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા

ભક્તોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સાળંગપુર ધામના નામે ઓનલાઈન રૂમ બુકિંગ, ઉતારા અને અન્ય સેવાઓ માટે નકલી વેબસાઇટ્સ તેમજ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા છેતરપિંડીના બનાવો વધી રહ્યા હતા. જેના કારણે ઘણા શ્રદ્ધાળુઓ આર્થિક નુકસાનનો ભોગ બનતા હતા.

ભક્તોનું માનવું છે કે ટ્રેડમાર્ક અને કોપીરાઈટ જેવી કાનૂની સુરક્ષા મેળવવાથી મંદિરના સત્તાવાર નામ અને ઓળખનો દુરુપયોગ અટકાવી શકાય છે. આ પગલાંથી નકલી વેબસાઇટ્સ અને ભ્રામક જાહેરાતો સામે કાર્યવાહી કરવામાં સરળતા રહેશે, જેના કારણે ભક્તોને સુરક્ષિત અને વિશ્વસનીય માહિતી મળી શકશે.

સાળંગપુર ધામમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે. ખાસ કરીને તહેવારો અને વિશેષ પ્રસંગોએ ભક્તોની સંખ્યા ખૂબ મોટી હોય છે. આવી સ્થિતિમાં મંદિરના નામે થતા ઓનલાઈન ફ્રોડ (Online Fraud)ને રોકવા માટે કડક પગલાં જરૂરી હોવાનું ભક્તોએ જણાવ્યું હતું.

જોકે બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. ટ્રેડમાર્ક અને કોપીરાઈટ મુદ્દે (Copyright Issue)અલગ-અલગ મંતવ્યો સામે આવતા બે પક્ષો વચ્ચે ચર્ચા અને મતભેદો પણ જોવા મળી રહ્યા છે. તેમ છતાં, મંદિરના સમર્થનમાં ઉભેલા ભક્તોનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ભક્તોના હિતોનું રક્ષણ અને છેતરપિંડી અટકાવવાનો છે.


આ પણ વાંચો : બોટાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

આ પણ વાંચો : સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મામલો, હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાનો મામલો. રાજકોટના વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી, એડવોકેટ રવિરાજસિંહ રાઠોડ દ્વારા ફટકારવામાં

આ પણ વાંચો : સાળંગપુર કષ્ટભંજન મંદિરે ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવાયો ગુરૂપૂર્ણિમા મહોત્સવ