દિવાળીના તહેવારો ની હજુ શરૂઆત નથી થઇ ત્યાં તો ભરૂચ માં આગ તથા ધૂમધડાકાની ઘટનાઓ શરૂ થઈ ચુકી છે. રાજયમાં આવા કિસ્સા વધતા જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત 2 દિવસ અગાઉ જ સુરત શહેર ની લકઝરી બસ હાઇવે પર સળગી ઉઠવાની ઘટના પછી બુધવારે રાતે નર્મદા ચોકડી ઉપર CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ દરમિયાન કારની ટેન્ક ફાટતા કારના ફુરચે ફુરચા નીકળી ગયા હતા.
પ્રચંડ ધડાકા સાથે CNG ટેન્ક ફાટી નીકળતા કારનાં ફુરચે ફુરચા નીકળી ગયા હતા. જો કે, કાર ચાલક તેમજ સવાર વ્યક્તિ ગેસ ફીલિંગ દરમિયાન દૂર હોવાથી તેઓનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ગેસ ભરી રહેલ ફિલિર પણ સાઇડ પર હોવાને લીધે બચી ગયા હતા. રાતના સમયે ખુબ ઓછા વાહનો તેમજ લોકોને લીધે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.
ટેન્ક ફાટવાથી CNG સ્ટેશનના 50 ફૂટ ઊંચા સિલિંગના પણ ફુરચા નીકળી ગયા હતા તેમજ કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હોન્ડા જાજ કાર 2017 ની અમદાવાદ પાર્સિંગની પેટ્રોલ રજીસ્ટર્ડ હતી કે, જેનું RTOમાં CNG કીટ નખાવ્યા પછી રજિસ્ટ્રેશન ન કરાયું હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો ;શું છે મેટાવર્સ? / શું છે મેટાવર્સ કે જેની ચર્ચા ચારેયકોર ચાલી રહી છે? તમને કેવી રીતે લાગશે કામ
