Not Set/ વેસ્ટ ઈન્ડિઝના કેરેબિયન આઈલેન્ડ ફસાયા ભારતીયો

વેસ્ટ ઈન્ડિઝના કેરેબિયન આઈલેન્ડ પરના સેન્ટ માર્ટિન ટાપુ ઉપર નડિયાદના 25 લોકો સહિત ગુજરાતના 2000 જેટલા લોકો ફસાયા હોવાની દહેશત સેવાઈ રહી છે.હેરિકેન વાવાઝોડા બાદ સ્થાનિકો દ્વારા બેફામ લૂંટફાટ કરવામાં આવી રહી છે.અને ભારતીયોને નિશાન બનાવી તેમને મારી નાખવાની ધાકધમકીઓ આપવામાં આવી રહી છે… નડિયાદના 25 લોકો હાલમાં સેંટ માર્ટિન ટાપુ પર ફસાયા છે. ગત […]

Gujarat World

વેસ્ટ ઈન્ડિઝના કેરેબિયન આઈલેન્ડ પરના સેન્ટ માર્ટિન ટાપુ ઉપર નડિયાદના 25 લોકો સહિત ગુજરાતના 2000 જેટલા લોકો ફસાયા હોવાની દહેશત સેવાઈ રહી છે.હેરિકેન વાવાઝોડા બાદ સ્થાનિકો દ્વારા બેફામ લૂંટફાટ કરવામાં આવી રહી છે.અને ભારતીયોને નિશાન બનાવી તેમને મારી નાખવાની ધાકધમકીઓ આપવામાં આવી રહી છે… નડિયાદના 25 લોકો હાલમાં સેંટ માર્ટિન ટાપુ પર ફસાયા છે. ગત મંગળવાર બાદ તેમનો પરિવારજનો સાથે કોઈ સંપર્ક થયો નથી.આજે પરિવારે સ્થાનિક ધારાસભ્યની મદદથી મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આ બાબતે રજૂઆત કરી ભારતીયોને સુરક્ષીત રીતે અન્યત્ર ખસેડવાની અથવા તો ભારત પરત લાવવાની વિનંતી કરી છે.નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા જગવાણી પરિવારના 25 જેટલા સભ્યો છેલ્લા અનેક વર્ષોથી સેંટ માર્ટિન ખાતે સ્થાયી થયા છે. કાપડનો વ્યવસાય કરતાં 3 ભાઈઓ, 3 બહેનો તથા અન્ય કુટુંબીજનો મળી કુલ 25 સભ્યો ત્યાં રહે છે. ગત સોમવારે તેઓએ નડિયાદ ખાતે રહેતા પોતાના બહેન જ્યોતિબેનનો સંપર્ક સાધી હેરીકેન વાવાઝોડું ત્રાટકવાનું હોઈ, અઠવાડિયા સુધી વાતચીત નહીં થાય તેમ જણાવ્યું હતું