Not Set/ હવે થી ફલાવરશો જોવા માટે અને સુગંધ  માણવા માટે પાકીટ માંથી વધારે પૈસા કાઢવા પડશે 

વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદમાં દર વર્ષ ફલાવર શોનુ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ રીવર ફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમદાવાદ AMC દ્વારા કરવામાં આવે છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર દ્વારા ફલાવર શો ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ત્રણ વર્ષમાં […]

Ahmedabad Gujarat

વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદમાં દર વર્ષ ફલાવર શોનુ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ રીવર ફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમદાવાદ AMC દ્વારા કરવામાં આવે છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર દ્વારા ફલાવર શો ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ત્રણ વર્ષમાં ફલાવર શો પાછળ 6.30 કરોડનો ખર્ચ થયો છે. તો બીજી બાજુ ખર્ચ સામે 1 કરોડ 95 લાખની આવક થઈ છે. તો ફલાવર શોના કુલ ખર્ચ સામે 30 ટકા જ આવક નોંધાણી છે.

Image result for flower show 2020

ત્રણ વર્ષમાં 6 કરોડ 30લાખ નો ખર્ચ

ખર્ચ સામે 30 ટકા આવક

1 કરોડ 95 લાખની આવક

રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2020ની શરૂઆત થઈ ગઈ છે. 19 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી, મચ્છર, ફાયરબ્રિગેડ વગેરે જેવી અનેક થીમ રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કાંકરિયા કાર્નિવલની જેમ ફ્લાવર શો પાછળ પણ તોતિંગ ખર્ચ કરી રહી છે. ચાલુ વર્ષે યોજાયેલા ફ્લાવર શો પાછળ રૂ. 2થી 2.50 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે તેની સામે રૂ. 70 લાખની આવક થવાની શક્યતા છે. કોર્પોરેશન ફ્લાવર શો પાછળ કરોડો ખર્ચે તો કરે છે પરંતુ તેની સામે માત્ર 30 ટકા જ આવક થઈ રહી છે.

Image result for flower show 2020

આ પહેલા વર્ષ 2017માં યોજાયેલા ફ્લાવર શોમાં રૂ.1.70 કરોડના ખર્ચ સામે રૂ.60 લાખની આવક થઈ હતી. જ્યારે વર્ષ 2018ના ફ્લાવર શો પાછળ રૂ.2.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેની સામે રૂ.65 લાખની આવક થઈ હતી. આમ ત્રણ વર્ષમાં લગભગ 6 કરોડ 30 લાખનો ખર્ચ થયો છે અને તેની સામે 1 કરોડ 95 લાખની આવક થઈ છે.

શુક્રવારે રૂ.20 અને શનિ-રવિએ રૂ.50 એન્ટ્રી ફી રાખવામાં આવી છે. તો આ વર્ષે 16 દિવસ માટે ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમથી શુક્ર20 રૂપિયા જ્યારે શનિ-રવિવારે 50 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. દર વર્ષે પણ 10 લાખથી વધુ લોકો આ ફલાવર શો જોવા માટે આવે છે. હવે જોવું રહ્યું કે એન્ટ્રી ફી વધાર્યા પછી કેટલા મુલાકાતીઓ ફ્લાવર શોની વિઝિટ કરે છે.  હવે થી ફલાવરશો જોવા માટે અને સુગંધ  મેળવવા માટે પાકીટ માંથી વધારે પૈસા કાઢવા પડશે

બ્યુરો રીપોર્ટ મંતવ્ય ન્યુઝ  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.