ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ આજે ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમ નવા વર્ષમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરતી જોવા મળશે. વર્ષ 2019 માં, ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, આ સંદર્ભમાં, ટીમ ઇન્ડિયા આજે પણ તેનુ પ્રદર્શન સારુ કરશે તેવી પૂરી સંભાવનાઓ છે. આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. જો કે મેચમાં વરસાદે ખલેલ પડવાથી તેને થોડો સમય બંધ રાખવામાં આવેલ. પરંતુ હવે વરસાદ બંધ થવાથી મેચ થોડી ક્ષણોમાં શરૂ થશે.
The waiting game continues. Next inspection at 9 PM IST.#INDvSL https://t.co/53G5EicMe7
— BCCI (@BCCI) January 5, 2020
આ સિરીઝ માટે હિટમેન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે શિખર ધવન ફરી એક વાર પરત ફરતો જોવા મળશે. આવી સ્થિતિમાં શિખર ધવન અને કેએલ રાહુલ ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળશે. વળી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ફરી એક વખત ટીમ ઇન્ડિયામાં પરત ફરી રહ્યો છે. તે પેસ બોલિંગની આગેવાની કરતો જોવા મળશે.
In the first T20I between India and Sri Lanka, India have won the toss and will bowl first 🤝 #INDvSL pic.twitter.com/pOlKLKpLFh
— ICC (@ICC) January 5, 2020
ભારત અને શ્રીલંકાની ટીમ અત્યાર સુધીમાં 16 વાર આમને-સામને આવી ચૂકી છે. જ્યા 11 વખત ટીમ ઈન્ડિયા મેચ જીતી ચૂકી છે અને શ્રીલંકાની ટીમે માત્ર પાંચ વાર જીત મેળવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી 20 મેચ વર્ષ 2009 માં રમાઈ હતી. તે પહેલા જ મેચમાં ભારતે શ્રીલંકાને ત્રણ વિકેટથી પરાજિત કર્યું હતું. આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમવામાં આવી હતી. આ પછી, બીજી મેચ જે ભારતનાં નાગપુરમાં રમાઈ હતી, જેમા શ્રીલંકાએ મેચ જીતી હતી અને બરાબરી કરી હતી. હવે બંને ટીમો 17 મી વખત સામ સામે આવી રહી છે.
A look at the Playing XI for #INDvSL
Live – https://t.co/I3IgAof8o2 pic.twitter.com/O5MJSShBjE
— BCCI (@BCCI) January 5, 2020
ટીમો :-
ભારત: શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ.
શ્રીલંકા: દનુષ્કા ગુનાથિલાકા, અવિષ્કા ફર્નાન્ડો, કુશલ પરેરા, ઓસાદા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા, ઇસુરુ ઉદાના, વાનિંદુ હસારાંગા, લાહિરુ કુમારા અને લસિથ મલિંગા (કેપ્ટન).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
