પાકિસ્તાન માટે હાલ “હાથનાં કર્યા હૈયે વાગે” કહાવત યથાર્થ સાબિત થઇ રહી છે. જ્યારે આતંકનાં જનક તરીકે પાકિસ્તાનનો ચહેરો વિશ્વ આખું ઓળખી ચૂક્યું છે. ત્યારે પાકિસ્તાન દ્વારા જ પોષવામં આવતા આતંકવાદે પાકિસ્તાનનાં જ લોકોને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. જેહાદનાં નામે પોષવામાં આવતા આતંકીઓ એટલા તો બે ખોફ અને તાકતવર થઇ ગયા છે કે, તે પાકિસ્તાનમાં જ અલ્લાહની બંદગીમાં નમાઝ અદા કરતા લોકોને મસ્જિદમાં જ બોમ્બથી ઉડાવી રહ્યા છે. જી હા આ ઘટના હકીકતમાં ઘટી છે…
પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં નમાઝ દરમિયાન એક મસ્જિદમાં એક શક્તિશાળી બોમ્બ ફાટ્યો હતો. શક્તિશાળી બોમ્બ વિસ્ફોટનાં કારણે નમાઝ અદા કરી રહેલા એક ઇમામ અને વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટમાં 20 જેટલા અન્ય નમાઝી લોકો ઘાયલ થયા છે. ‘ડોન’ અખબારે અહેવાલ આપ્યો છે કે વિસ્ફોટ ગૌસાબાદ વિસ્તારની મસ્જિદમાં મગરિબ દરમિયાન થયો હતો.
#UPDATE Balochistan: 15 persons, including a police officer, killed in a blast inside a mosque in Quetta today. #Pakistan
— ANI (@ANI) January 10, 2020
#UPDATE Balochistan: Ten persons, including a police officer, killed in a blast inside a mosque in Quetta today. #Pakistan https://t.co/0HwEUJLTMP pic.twitter.com/dsoDAwSmK0
— ANI (@ANI) January 10, 2020
આતંકને કોઇ ધર્મ નથી હોતો અને ભારત દ્વારા આ વાત અનેક વખત અનેક મંચ પરથી અને અનેક આંતરરાષ્ટ્રીય મંચ પરથી પણ કહેવામાં આવી છે. ત્યારે આતંકનાં જનક પાકિસ્તાનને પણ આ વાતનો કડવો પણ સાતત્યપૂર્ણ અનુભર દિવસેને દિવસે થતો જાય છે. પૂર્વે પણ પાકિસ્તાનમાં ઉછરેલા આતંકીઓ આ રીતે બંદગીની જગ્યાઓને નિશાન બનાવી ચૂક્યા છે અને તેમા પોલીસનો પણ ભોગ લેવાયો જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
