દીપડો-દીપડીનાં આતંકથી ગુજરાત ભરમાં ભય છે. ગુજરાતનાં અનેક અલગ અલગ વિસ્તારોમાં આ રાની પશુ માણસો પર છાશવારે હુમલા કરી મારણ પણ કરે છે અને ઇજાગ્રસ્ત પણ કરી દે છે. પાછલા ઘણા સમયથી આવી જ રાવ અને ભયનો માહોલ હતો સુરત જીલ્લાનાં પાતલ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં.
પાતલ ગામની સીમમાં દીપડાનાં હુમલાનો મામલો પણ સામે આવ્યો હતો. અને પાતલ ગામે દીપડા દ્વારા એક 5 વર્ષિય બાળકીને ફાડી ખાવામાં આવ્યું હતું. આ બનાવ બાદ ગામનાં લોકોમાં ભારે ભય પેસી ગયો હતો. તંત્ર દ્વારા પણ પોતાનાં રક્ષણ માટે વિવિધ પ્રકારનાં સુચનો કરવામાં આવ્યા હતા. છેલ્લા લાબાં સમયથી દીપડેએ વનવિભાગને પણ ભાગતું અને જાગતું રાખ્યું હતું.
તો પાતલ અને આજુ બાજુનાં ગામો માટે સારા સમાચાર મળી રહ્યા છે એક 5 વર્ષિય કદાવર દીપડી પાંજરે પુરાઈ ગઇ છે. વન વિભાગને આખરે સફળતા મળી છે અને મહેનત આખરે રંગ લાવી હોય તેમ દીપડો તો નહીં પરંતુ દીપડી પાંજરામાં આવી ગઇ છ.
વન વિભાગના મતે આ એજ દીપડી હોવાની શક્યતા છે જેણે બાળકને ફાડી ખાધું હતું. જો કે વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાજરે પુરાયેલ દીપડીનાં FSL દ્વારા ફૂટ માર્ક મેચ કરવામાં આવશે જેથી હકીકત સામે આવી જશે. આપને જણાવી દઇએ કે, પાતલ ગામ નજીક 2 કિલોમીટર દૂર કલમોઇ ગામેથી આ દીપડી પાંજરે પુરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
