Not Set/ છત્રપતિ શિવાજીનાં વંશજ ઉદયનરાજે દ્વારા શિવસેેનાને એવું તે શું કહેવામાં આવ્યું…

“આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી” પુસ્તક પર છત્રપતિ શિવાજી મહારાજના વંશજ એવા 13માં છત્રપતિ અને પૂર્વ સાંસદ ઉદયનરાજે ભોસાલેએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, હું તમને(શિવસેનાને) કહું છું કે તમારો સમય પૂરો થઈ ગયો છે. પોતાને શિવસેના કહેવાનું બંધ કરો, તેના બદલે તમારે પોતાને ‘ઠાકર સેના’ કહેવડાવવુંં જોઈએ. મહારાષ્ટના લોકો મૂર્ખ નથી. આપને જણાવી દઇએ […]

Top Stories India

“આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી” પુસ્તક પર છત્રપતિ શિવાજી મહારાજના વંશજ એવા 13માં છત્રપતિ અને પૂર્વ સાંસદ ઉદયનરાજે ભોસાલેએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, હું તમને(શિવસેનાને) કહું છું કે તમારો સમય પૂરો થઈ ગયો છે. પોતાને શિવસેના કહેવાનું બંધ કરો, તેના બદલે તમારે પોતાને ‘ઠાકર સેના’ કહેવડાવવુંં જોઈએ. મહારાષ્ટના લોકો મૂર્ખ નથી.

આપને જણાવી દઇએ કે રાજે પૂર્વે NCPમાંથી સાંસદ રહી ચૂક્યા છે અને થોડો સમય પહેલા જ તે ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ્યા હતા.

આપને જણાવી દઇએ કે, આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી” પુસ્તક બાદ મહારાષ્ટ્રમાં શિવસેના દ્વારા PM મોદી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ શિર્ષક સામે ભારે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.  ભારતીય જનતા પાર્ટીનાં નેતા દ્વારા લખાયેલા પુસ્તકને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ શરૂ થયો હતો. પુસ્તકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના મહારાષ્ટ્રનાં મહાપુરુષ છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરવામાં આવી છે, જે અંગે વિવાદ શરૂ થયો હતો. ‘આજનાં શિવાજી – નરેન્દ્ર મોદી’ અંગેનો હોબાળો એટલો વધી ગયો હતો કે શાસક શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ આ પુસ્તક અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપ પાસે જવાબ માંગ્યો હતો. મહારાષ્ટ્રનાં શાસક પક્ષોએ વિરોધી પક્ષ ભાજપ પર શિવાજીનું અપમાન કરવાનો આરોપ લગાવીને તેમના જવાબની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.