પીએમ નરેદ્ર મોદી આજે અમેરિકા પ્રવાસ માટે રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે. આ સિવાય તે ક્વાડની બેઠકમાં હાજરી આપશે. પીએમ મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે. આ મુલાકાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ પણ વડાપ્રધાન સાથે રહેશે. પીએમ મોદી અમેરિકાના પ્રવાસમાં તેમના કાર્યક્રમના ભાગરૂપે અમેરિકી રાષ્ટ્રપતિ, ક્વાડ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં હાજરી આપશે.
આ પણ વાંચો :ભાલુને પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો, જીવ બચાવવા કર્યું ફાયરિંગ
અમેરિકા જતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પોતે ટ્વીટ કરીને તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી. 22-25 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની મારી મુલાકાત દરમિયાન, હું રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરીશ અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશ.
#WATCH | PM Narendra Modi departs from New Delhi for a 3-day visit to US to attend the first in-person Quad Leaders’ Summit, hold bilateral meetings, and address United Nations General Assembly pic.twitter.com/hxNeQEKMH1
— ANI (@ANI) September 22, 2021
પીએમ નરેદ્ર મોદી અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું રાષ્ટ્રપતિ બિડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશીહિડે સુગા સાથે વ્યક્તિગત રૂપે ક્વાડ લીડર્સ સમિટમાં હાજરી આપીશ. તેમણે જણાવ્યું હતું કે આ સમિટ ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે અમારી સહિયારી દ્રષ્ટિના આધારે ભવિષ્યના જોડાણો માટે પ્રાથમિકતાઓને ઓળખવાની તક પૂરી પાડે છે.
I will participate in first in-person Quad Leaders’ Summit along with President Biden, Australian PM Scott Morrison & Japan's PM Yoshihide Suga. The Summit provides an opportunity to identify priorities for future engagements based on our shared vision for Indo-Pacific region: PM pic.twitter.com/btQh3gSjxk
— ANI (@ANI) September 22, 2021
આ પણ વાંચો :ભાજપનાં કાર્યકાળમાં હિન્દુઓ નહીં પણ સમગ્ર દેશ અને લોકતંત્ર જોખમમાં છેઃ મહેબૂબા મુફ્તી
23 સપ્ટેમ્બર- પીએમ નરેદ્ર મોદી વ્હાઇટ હાઉસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની આ પ્રથમ ઔપચારિક બેઠક હશે.
23 સપ્ટેમ્બર – આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે અમેરિકાની કેટલીક મોટી કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. તેમાં એપલના સીઈઓ ટિમ કૂક પણ સામેલ થશે.
23 સપ્ટેમ્બર – પીએમ મોદી એ જ દિવસે ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઇયુ બિઝનેસ મીટમાં હાજરી આપશે. પીએમ મોદી આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
24 સપ્ટેમ્બર – પીએમ નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય બેઠક અને ક્વાડ સમિટમાં ભાગ લેશે.
25 સપ્ટેમ્બર – પીએમ મોદી યુએન જનરલ એસેમ્બલી (યુએનજીએ) ના 76 માં સત્રને સ્થાનિક સમય સવારે 9 વાગ્યે (સાંજે 6:30 વાગ્યે) સંબોધશે.
આ પણ વાંચો :બેંગ્લુરૂમાં ગેસ પાઇપલાઇનમાં લીકેજ થતાં લાગી આગ વુદ્વ મહિલા સહિત બે નાં મોત
પીએમ નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન સાથે ત્રણ પરિષદોમાં હાજરી આપશે. આ દરમિયાન વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા, વેપાર, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ, આતંકવાદ અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ પણ વાંચો : શું આ યુવા નેતાઓ કોંગ્રેસની ડૂબતી નૈયાને કિનારે લઇ જશે ?
