સુરત પાસે આવેલા પનાસ ગામમાં તાજી જન્મેલી બાળકીને કડકડતી ટાઢમાં મરવા માટે છોડી માવતર ફરાર થઈ ગયા છે.જો કે હાલ બાળકીને બચાવી લેવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે પનાસ ગામમાં આવેલા કોર્પોરેશનના કવાટર્સમાં વહેલી સવારે એક કિશોરીને કચરાપેટીમાં પતંગની દોરીઓમાં લપેટાયેલું એક બાળકીના રડવાનો અવાજ આવતા તેણે ત્યાં તપાસતાં કોઈ બાળકી હોવાનું જણાયું હતું.
પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી 15 વર્ષની ધારા રમેશ ગોડસે સવારે નાસ્તો લેવા દુકાન ગઈ હતી. દરમિયાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો.
ધારા કચરાપેટી પાસે જોતા તેની અંદર આ બાળકી પતંગની દોરીમાં લપેટાયેલી જોવા મળી હતી.ધારાએ તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વિંટાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા.
ધારા બાળકને દુકાન પાસે લઈને બેઠી હતી ત્યારે તેની માતા આવીને તેને પૂછ્યું કોનું બાળક છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેને પગલે 108ને કોલ કરીને બોલાવતા પોલીસને જાણ કરી હતી. 108 બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
