દિલ્હી ચૂંટણી 2020 માટે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક પૂરી થઈ ગઇ છે. ગુરુવારે મોડી સાંજ સુધી ચાલેલી મીટિંગમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારોનાં નામની ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક દિલ્હી ભાજપનાં મુખ્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતનાં તમામ મોટા નેતાઓ હાજર હતા. મોડી રાતની બેઠકમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 70 બેઠકોનાં ઉમેદવારોનાં નામની ચર્ચા કરવામાં આવી હતી.
BJP's list for Delhi polls to be out today, likely to repeat 2015 candidates
Read @ANI Story l https://t.co/2EEtXc2yF4 pic.twitter.com/yRLcWtqiCz
— ANI Digital (@ani_digital) January 17, 2020
આ બેઠકમાં દિલ્હી ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવારોનાં નામને મંજૂરી આપવામાં આવી છે. આજે ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. આપને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મુખ્યમંત્રીનાં ચહેરાની જાહેરાત કરી નથી. પાર્ટીએ તાજેતરમાં કહ્યું હતું કે, ભાજપ મુખ્યમંત્રી ચહેરા વગર દિલ્હીની ચૂંટણી લડશે, છેલ્લા 20 વર્ષથી દિલ્હીની સત્તાથી દૂર રહેલી ભાજપ માટે દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવી તે એક મોટો પડકાર છે. વળી, તાજેતરનાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓનાં પરિણામો ભાજપ માટે સારા નહોતા અને બીજેપીએ બંને રાજ્યોમાંથી સત્તા ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ભાજપ માટે દિલ્હીની ચૂંટણીમાં વિજય મેળવવો મહત્વપૂર્ણ છે.
BJP CEC holds meet; candidates for Delhi polls likely today
Read @ANI Story | https://t.co/vvR1oXsRk3 pic.twitter.com/NggYxF2B3j
— ANI Digital (@ani_digital) January 16, 2020
નોંધપાત્ર વાત એ છે કે, આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે પોતાના 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જોકે, પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ હતો. આમ આદમી પાર્ટીએ ઘણા ધારાસભ્યોનાં પત્તા કાપીને નવા ચહેરાઓને તક આપી છે. AAP એ 15 તાજેતરનાં ધારાસભ્યોની ટિકિટ કાપીને 8 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
