Not Set/ ગીર સોમનાથ- ગીર ગઢડા પંથકની શાળાના વિદ્યાર્થીઓને નથી મળતું મધ્યાહન ભોજન

શાળાના વિદ્યાર્થીઓને નથી મળતું મધ્યાહન ભોજન 17 દિવસથી મધ્યાહન ભોજન બંધ અનાજ ન મળવાથી વિદ્યાર્થીઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો  ગુજરાતના પુરવઠા વિભાગના વહીવતી તંત્રમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે. શાળાના ભૂલકા જે ઘરેથી ટીફીન લીધા વિના આવે છે તેમના માટે સરકાર તરફથી મધ્યાહ્ન ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સરકારી તંત્રની લાલીયાવાડીને કારણે આ […]

Gujarat Others
  • શાળાના વિદ્યાર્થીઓને નથી મળતું મધ્યાહન ભોજન
  • 17 દિવસથી મધ્યાહન ભોજન બંધ
  • અનાજ ન મળવાથી વિદ્યાર્થીઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો 

ગુજરાતના પુરવઠા વિભાગના વહીવતી તંત્રમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે. શાળાના ભૂલકા જે ઘરેથી ટીફીન લીધા વિના આવે છે તેમના માટે સરકાર તરફથી મધ્યાહ્ન ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સરકારી તંત્રની લાલીયાવાડીને કારણે આ ભૂલકાઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે.

ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા પંથકની 80 પ્રાથમિક શાળાને છેલ્લા 17 દિવસથી મધ્યાહન ભોજન માટે અનાજ ન મળવાથી વિદ્યાર્થીઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગીર ગઢડા તાલુકાના જરગલી ગામની પ્રાથમિક શાળા પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.

તપાસમાં સામે આવ્યું કે પુરવઠા સપ્લાય કોન્ટ્રાક્ટરોના કરાર પૂર્ણ થયા છે,  અને નવા ટેન્ડરની કામગીરી હજુ ચાલી રહી છે. ટેન્ડર ન ખુલવાના લીધે સરકારી ગોડાઉનમાં મધ્રાયાહન ભોજન  માટે અનાજનો જથ્થો ફાળવાતો નથી. પરિણામે શાળાઓને મધ્યાહન ભોજન માટે અનાજ  મળતું નથી. શાળામાં મધ્યાહન ભોજન ન મળવાથી બાળકો પોતાના ઘરેથી ટિફિન લાવી જમી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.