દિલ્હી હાઈકોર્ટ સાથે જોડાયેલા એક કેસમાં નિર્ભયા કેસનાં ત્રણ દોષીઓનાં વકીલ એ.પી.સિંહને મુશ્કેલી પડી શકે છે. દિલ્હી બાર કાઉન્સિલે નિર્ભયા કેસમાં ત્રણેય દોષીઓનાં એડ્વોકેટ એ.પી.સિંહને નોટિસ ફટકારી છે અને તેનો જવાબ 2 અઠવાડિયામાં માંગ્યો છે. જણાવી દઈએ કે, તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે બાર કાઉન્સિલને એપી સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બાર કાઉન્સિલની આ નોટિસથી એપી સિંહની મુશ્કેલીઓ વધી શકે છે.
દિલ્હી હાઈકોર્ટે ત્રણેય દોષીઓનાં વકીલ એ.પી.સિંહ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એ.પી.સિંહ પર આરોપ છે કે તેઓ સમન બાદ પણ કોર્ટ સમક્ષ હાજર થયા ન હોતા. આપને જણાવી દઈએ કે, ફાંસીની સજાથી થોડાક દૂર ઉભા રહેલા નિર્ભયાનાં દોષી પવન વતી અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, કે તે ઘટના સમયે સગીર હતો, પરંતુ પછી તપાસકર્તાઓએ તેની તપાસ કરાવવાની જરૂરિયાત સમજી નથી.
Bar Council of Delhi issued notice to AP Singh,counsel for three Nirbhaya convicts&sought his reply in 2 weeks in view of HC order in case. Recently,Delhi HC asked BCD to take action&also imposed Rs 25000 fine on Singh,who allegedly didnt appear before Court despite communication pic.twitter.com/pO8HJHPC6m
— ANI (@ANI) January 18, 2020
આ કેસમાં જ્યારે અદાલત તે નિર્ણય સુધી પહોચી કે આ અરજી કોર્ટને ગેરમાર્ગે દોરવાની અને કેસને લંબાવવાની યુક્તિ છે, ત્યારે વકીલને દંડ ફટકારવામાં આવ્યો હતો અને અરજીને નકારી કાઠવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટનાં ન્યાયાધીશ જસ્ટિસ સુરેશ કૈતે નિર્ભયા દોષી પવનકુમાર ગુપ્તાનાં વકીલ એપી સિંહ પર કોર્ટનો સમય બગાડવા અને કેસને લટકાવી રાખવાની યુક્તિ અપનાવવાનાં કારણે રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
