અરવલ્લી જિલ્લાનો બહુ ચર્ચિત અપહરણ,હત્યા,ગેંગરેપ કેસમાં મોડાસાની પીડિતાના મોતના મામલાના ત્રણ આરોપીઓના પાંચ દિવસના રિમાંડ પૂર્ણ થતા મોડાસા ખાતે જિલ્લા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.સરકારી વકીલ અને આરોપીઓના વકીલ વચ્ચે થયેલી દલીલમાં વધુ 9 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.
પીડિતાના મોત મામલે આરોપી જીગર સાથે મૃતક પીડિતાના શારીરિક સબંધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમજ ફોરેન્સિક રિપોર્ટની તપાસની પણ રાહ જોવાઈ રહી છે, ત્યારે સમગ્ર મામલે વધુ રિમાન્ડ મેળવી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
પીડિતાના પરિવારની માંગણી બાદ પીડિતાના મોતના મામલામાંથી અરવલ્લી પોલીસને હટાવીને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને તાપસ સોંપી દેવામાં આવી છે ત્યારે હવે પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.
https://www.youtube.com/watch?v=kcNsoZ6Ih14
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની
નવી મોબાઇલ એપ્લિકેશન.
