Not Set/ સુરત / બોગસ ફોરેસ્ટ અધિકારી બનવાનું એક યુવકને પડ્યું ભારે

સુરતમાં બોગસ ફોરેસ્ટર અધિકરી બનવાનું એક યુવકને ભારે પડયું છે .બોગસ પોલીસ અધિકારી બનીને  ફરતા એક આરોપીને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી ફોરેસ્ટરનો ડ્રેસ અને બનાવટી આઇકાર્ડ કબજે કર્યો છે. સુરતના કતારગામ પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ બોગસ ફોરેસ્ટર બનીને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને […]

Gujarat Surat

સુરતમાં બોગસ ફોરેસ્ટર અધિકરી બનવાનું એક યુવકને ભારે પડયું છે .બોગસ પોલીસ અધિકારી બનીને  ફરતા એક આરોપીને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી ફોરેસ્ટરનો ડ્રેસ અને બનાવટી આઇકાર્ડ કબજે કર્યો છે.

સુરતના કતારગામ પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ બોગસ ફોરેસ્ટર બનીને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને કતારગામ જનતાનગર પાસેથી જૈનીશ પ્રવીણચંદ્ર શાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ડ્રેસ અને બનાવટી આઇકાર્ડ કબજે કર્યો હતો.

આરોપીની પૂછપરછમાં તે કામરેજના આસોપાલવ સોસાયટીમાં રહેતો હોવાનું કબુલ્યું હતું .હાલ પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે આ પકડાયેલ આરોપી બોગસ ફોરેસ્ટ અધિકારી બની ને અત્યાર સુધી કોને કોને ભોગ બનાવ્યા છે. અને બોગસ અધિકારી બનવાનું સાચું કરણ શુ હતું તે દિશામાં  તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન