Not Set/ સુરત આગ/ રઘુવીર ટેકસટાઇલ માર્કેટમાં 300 કરોડથી વધુ નુકશાન, કોઈ જાનહાનિ નહિ

સુરત આગ/ રઘુવીર ટેકસટાઇલ માર્કેટમાં 24 કલાક બાદ આગ પર કાબુ, પુણા કુંભારીયા રોડ પર માર્કેટમાં આગ પર કાબુ રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે લાગી હતી આગ આગની ઘટનાથી 300 કરોડની વધુનુ નુકશાન   શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સુરત શહેરના પુણાકુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં ગતરોજ […]

Top Stories Gujarat Surat

સુરત આગ/ રઘુવીર ટેકસટાઇલ માર્કેટમાં 24 કલાક બાદ આગ પર કાબુ,

  • પુણા કુંભારીયા રોડ પર માર્કેટમાં આગ પર કાબુ
  • રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે લાગી હતી આગ
  • આગની ઘટનાથી 300 કરોડની વધુનુ નુકશાન  
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
  • સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

સુરત શહેરના પુણાકુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં ગતરોજ વહેલી સવારે આગ લાગી હતી. જે ભારે મહેનત બાદ  ૨૪ કલાની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે અને કૂલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યારબાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને લપેટમાં લીધી હતી.

માર્કેટમાં લાગેલી આગે 14 માળની બિલ્ડીંગને લગભગ ભસ્મીભૂત કરી નાખી છે. તેમજ આગ એટલી તો વિકરાળ છે કે એક જગ્યાએથી કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગી રહી હતી. પહેલા માળે કાબૂમાં આવેલી આગ ફરી પહેલા માળે લાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું.

ગતરાત્રીના સાડા ત્રણ આસપાસના સમયથી લાગેલી આગમાં હવે ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાનું સામે આવ્યું છે. ACમાં પ્રચંડ પાંચ વિસ્ફોટ આસપાસમાં સંભળાતા આગ બાદ બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સાથે જ આગ પર કાબૂ મેળવતા ફાયરના ઓફિસરો પણ સાવધાની દાખવી રહ્યાં છે.

આ ઘટના અંગે ફાયર ઓફિસર જણાવ્યું હતું કે, આગ પર હજુ કાબૂ મેળવાયો નથી. 2 કરોડ લિટર જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હાલ બહારથી જ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. અંદર હજુ આગ લાગેલી છે. આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી રહેલા ફાયરબ્રિગેડના જવાન પર એલિવેશનનું પતરૂં માથાના ભાગે પડ્યું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ફાયરના જવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

NDRFની ટીમ ઘટના સ્થળે રાહત કામગીરી અર્થે પહોંચી હતી.  33 જવાનોની ટીમ હાલ માર્કેટ ખાતે ફરજ બજાવી રહી છે.  NDRFના જવાને જણાવ્યું હતું કે, અમે ફાયરબ્રિગેડની પાણી મારો કરીને આગ પર કાબૂ મેળવવા માટેના પ્લાનમાં થોડા સજેશન આપ્યાં હતાં. જે ચીફ ફાયર ઓફિસરે સ્વિકારીને તે મુજબ કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ આગથી કોઈ અન્ય દુર્ઘટના સર્જાય તો રાહત અને બચાવ માટે ટીમને તૈનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, ગતરોજ રાત્રીથી લાગેલી આ આગની ઘટનામાં રઘુવીર માર્કેટનો 14મો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ચક્યો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પણ પહેલા માળથી લઈને અન્ય માળમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ફાયરના અધિકારીઓએ બ્રિગેડ કોલ જાહેર કરી અને તમામ સ્ટાફને રઘુવીર માર્કેટ પર બોલાવી લીધા હતા. ફાયરસેફ્ટીના અભાવે માર્કેટને સીલ કરી દેવાનું નિવેદન સુડાના ચેરમેને આપ્યું છે. બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી. 13 દિવસ અગાઉ આગ લાગી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવના કારણે હવે બિલ્ડીંગને સીલ કરી દેવાની કામગીરી કરવામાં આવશે.

રઘુવીર માર્કેટના એલિવેશનમાં લોખંડના પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડને પતરા પાણીના મારાથી તોડવાપડ્યા છે. જેથી  પતરા તૂટ્યાં બાદ પાણી અંદર જતું હોવાથી આગ પર કાબૂ મેળવવા પાણીનો વધુ ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ પાસે અદ્યતન સાધનો છે તેમ છતાં પણ આગ પર કાબુ ન આવતા આખરે બારડોલી, નવસારી અને પલસાણાના ફાયર સ્ટાફને પણ મદદ માટે બોલાવાયો હતો.
સુરતની તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ, બારડોલી, નવસારી સચિન, તાપી, કામરેજ, હજીરા, ONGCથી પણ ફાયરની ગાડીઓ મંગાવામાં આવી છે. 70થી વધુ ગાડીઓ ફાયરબ્રિગેડની હાઈટેક સાધનો સાથે ઘટના સ્થળે છે. ઉપરાંત હજીરા પટ્ટી પર આવેલી ખાનગી કંપનીઓના ફાયર સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી. જો કે, સવારે નવ વાગ્યા સુધી આ વિકરાળ આગ હજુ સુધી સંપુર્ણ કાબુમાં આવી નથી.

આગના પગલે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈને લોકોને દૂર રાખવામાં આવી રહ્યાં છે. જેથી ફાયરબ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી ન પડી શકે. સાથે જ ફાયરબ્રિગેડની ગાડીઓને આવવા જવા રસ્તો ખુલ્લો રહે તે માટે આસપાસના રોડને બ્લોક કરી દેવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.