ફિલ્મ ‘કેદારનાદ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સારા અલી ખાન તેના અભિનયની સાથે સાથે તેની ફિટનેસ અને સિમ્પલ લૂકને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહે છે. આ દિવસોમાં સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ‘લવ આજકલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે મેકઅપ વિના ખૂબ જ સુંદર લાગી રહી છે.
સારા અલી ખાનને ફિલ્મ ડિરેક્ટર આનંદ રાયની ઓફિસની બહાર જોવામાં મળી હતી. સારા અલી ખાનના લુક વિશે વાત કરવામાં આવે તો તે Kate spade બ્રાન્ડની ફ્લોરલ બ્લેક કલરની જમ્પસૂટ પહેરેલી જોવા મળી હતી.

આ લુક સાથે સારાએ મેકઅપની નામે બસ લિપસ્ટિક લગાવી હતી. આ સાથે, ઓપન હેયર અને કાનમાં નાના ડાયમંડ ઇયરિંગ્સ પહેરેલી જોવા મળી હતી. આ લુકની સાથે અભિનેત્રીએ પિંક કલરનું સ્લીપર કેરી કરી હતી. સારા અલી ખાન આ લુકમાં ખૂબ જ સિમ્પલ હતી.પરંતુ તેની સુંદરતા જોવા જેવી હતી.

આ દિવસોમાં સારા અલી ખાન તેની ફિલ્મ ‘લવ આજકલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યનની અપોજિટ જોવા મળશે. ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ સિવાય સમાચાર આવી રહ્યા છે કે સારા કોઈ ભોજપુર ફિલ્મમાં જોવા મળશે.

આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ધનુષ અને સારા અલી ખાન પડદા પર દર્શાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સારા એક બિહારની યુવતીની ભૂમિકા ભજવશે. આ રોમેન્ટિક ફિલ્મ અંગે હજી સુધી કંઇ ઓફિશિયલ કરવામાં આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
