શિવસેના અને અયોધ્યાનો નાતે હવે તો ભારતમાં જ નહી પરંતુ વિશ્વભરમાં સૌ કોઇ જાણે છે. શિવસેના જ્યારે કેન્દ્રની મોદી સરકારની પ્રથમ ટર્મમાં એક્ટીવ ઘટકપક્ષ હતો અને 2019ની ચૂંટણી આવતા ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે દ્વારા મોદી સરકારને કહેવામાં આવ્યું હતું કે, “મંદિર વહી બનાયેગે પર તારીખ નહીં બતાયેગે”. રામમંદિર મામલે શિવસેનાનું વલણ આવી અનેક ઘટના દ્વારા સ્પષ્ટ થાય છે. ત્યારે આજે શિવસેનાનું રાજકીય સ્ટેન્ડ કઇક અલગ જ પાર્ટીઓ સાથેની વિચારધારા સાથેનું છે, તમામ હકીકતો વચ્ચે ફરી શિવસેના દ્વારા અયોધ્યા મામલે મોટું વિધાન કરવામાં આવ્યું છે અને આ મામલે શિવસેના દ્વારા કોંગ્રેસનાં શિર્ષનેતા રાહુલ ગાંધીને પણ સલાહ આપવામાં આવી છે.
Shiv Sena leader Sanjay Raut: Maharashtra CM Uddhav Thackeray will visit Ayodhya on the completion of 100 days in power, to seek the blessings of Lord Ram. We want that our alliance leaders should also come along. Rahul Gandhi also visits several temples. pic.twitter.com/AHwfDuwGoG
— ANI (@ANI) January 22, 2020
શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા જણાવવામાં આવ્યું કે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે, મહારાષ્ટ્રની આગાડી સરકારનાં સત્તાના 100 દિવસ પૂરા થવા પર અયોધ્યાની મુલાકાત લેશે. શિવસેનાનાં નેતા અને સાંસદ સંજય રાઉત દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમે ઈચ્છીએ છીએ કે આપણા જોડાણ નેતાઓ પણ અયોધ્ય મુલાકાતમાં સાથે આવે. રાહુલ ગાંધી પણ અનેક મંદિરોની મુલાકાત લે જ છે. આમ કહી રાહુલ ગાંઘીને પણ અડકતરી રીતે આમંત્રણનાં રુપમાં સલાહ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
