Not Set/ શરૂ થયું ભૂમિ પેડનેકર અને અક્ષય કુમારની ફિલ્મ ‘દુર્ગાવતી’નું શૂટિંગ, સામે આવી તસ્વીર

ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા પછી ફરી એકવાર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જોડી પડદા પર જોવા મળશે. જણાવી દઈએ કે બંને ફિલ્મ દુર્ગાવતીનું શૂટિંગ 23 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગયું છે. તાજેતરમાં અક્ષય કુમારે આ ફિલ્મની એક તસ્વીર શેર કરી છે. જેમાં ભૂમિ પેડનેકર ભગવાનની સામે હાથ જોડતા નજરે પડે છે. તસ્વીરમાં […]

Uncategorized

ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા પછી ફરી એકવાર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જોડી પડદા પર જોવા મળશે. જણાવી દઈએ કે બંને ફિલ્મ દુર્ગાવતીનું શૂટિંગ 23 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગયું છે. તાજેતરમાં અક્ષય કુમારે આ ફિલ્મની એક તસ્વીર શેર કરી છે. જેમાં ભૂમિ પેડનેકર ભગવાનની સામે હાથ જોડતા નજરે પડે છે. તસ્વીરમાં માત્ર ભૂમિ પેડનેકર જ નજરે પડે છે. જ્યારે આ ફિલ્મની જાહેરાત ગયા વર્ષે જ કરવામાં આવી હતી.

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ દુર્ગાવતી એક હોરર-થ્રિલર ફિલ્મ છે. તે કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને ભૂષણ કુમાર દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વિક્રમ મલ્હોત્રા તેના નિર્માતા છે અને અશોક ફિલ્મના ડિરેક્ટર છે. ફિલ્મની ઘોષણા કરતી વખતે બહાર આવ્યું કે દુર્ગાવતીમાંનો હીરો અક્ષય નહીં પણ ભૂમિ પેડનેકર હશે. અક્ષય કુમારની આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર અગાઉ ટોયલેટ એક પ્રેમ કથામાં જોવા મળ્યા હતા. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

https://www.instagram.com/p/B5emlMll-ix/?utm_source=ig_embed

જ્યારે અક્ષય કુમાર તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળ્યો હતો. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે. ફિલ્મમાં અક્ષય કુમારની અપોજિટ કરીના કપૂર ખાન જોવા મળી હતી. ફિલ્મમાં કરીના અને અક્ષય ઉપરાંત દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ સિવાય ભૂમિ પેડનેકર ફિલ્મ પતિ પત્ની ઓર  વોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અનન્યા પાંડે અને કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. ભૂમિ અને કાર્તિક આર્યન ફિલ્મમાં પતિ અને પત્ની તરીકે જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.