બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ વર્ષ 2019 માં સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં જોવા મળી હતી. આ સાથે વર્ષ 2020 માં અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ દરમિયાન અન્ય એક ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જ્યાંની તસ્વીરો કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કેટરીનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર લગ્ન સમારંભની કેટલીક તસ્વીરો શેર કરી હતી. જેમાં તે પિંક કલરના લહેંગા-ચૂનરી સાથે હેવી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે. આ લુકમાં કેટરિના ખૂબ જ સુંદર લાગી રહી છે.
https://www.instagram.com/p/B7qBhsgh2Bg/?utm_source=ig_embed
આ તસ્વીરો શેર કરતી વખતે કેટરીનાએ ‘ઓન સેટ’ કેપ્શન આપ્યું હતું. કેટરીનાની આ તસ્વીરોમાં ચાહકોની ઘણી ટિપ્પણીઓ આવી રહી છે.
https://www.instagram.com/p/B7P4p4Kh_PW/?utm_source=ig_embed
ફોટોમાં કેટરીના સેટની બહાર કાશ રમતી જોવા મળી રહી છે.
કેટરિના કૈફના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે અક્ષય કુમારની સાથે ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરિના અદિતિનું પાત્ર ભજવી રહી છે. આ સાથે જ અક્ષય એટીએસ ચીફની ભૂમિકામાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
