26 જાન્યુઆરીને લઈ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. વિવિધ જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે દિલ્હીની પાર્સલની સેવા પણ બંધ કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનીથી રોજના 20 થી 22 ટન પાર્સલ દિલ્હી જાય છે.
પાર્સલ સેવા બંધ થતાં આગામી ત્રણ દિવસ સુધી એક પણ પાર્સલ પાર્સલ દિલ્હી નહીં જાય. એટલું જ નહીં દિલ્હીથી આવતા પાર્સલોની સેવા પણ બંધ રાખવામાં આવી છે. સુરક્ષાને કારણે પાર્સલ સેવા બંધ છે.
તારીખ 24 થી 26 જાન્યુઆરીના પાર્સલ પહેલાથી જ બુક કરવામાં આવ્યા નથી. ત્રણ દિવસ પાર્સલ બુકિંગની સેવા પણ બંધ રહેશે. નોંધનીય છે કે રેલવેમાં તમામ પ્રકારના પાર્સલ જતા હોય છે. આથી વેપારીઓને પણ પાર્સલ સેવા બંધની જાણ કરી દેવામાં આવી છે. 24થી 26 દરમિયાન દવા, કપડાં, શાકભાજી, તેલ, ઘરવખરી સહિત તમામ પાર્સલ બંધ કરવામાં આવ્યા છે.
ઇમરજન્સી પાર્સલ પણ 26 જાન્યુઆરી સુધી દિલ્હી નહીં મોકલાય. સુરક્ષાને ધ્યાને રાખી રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે પાર્સલમાં કોઈ પણ વસ્તુ મોકલી શકે છે, પાર્સલ પેકિંગ થયા બાદ ખોલીને ચેક કરી શકાતું નથી. જેનો ગેરલાભ લઈ કોઈ ઘટના ન બને તે માટે પાર્સલ સેવા જ બંધ કરવામાં આવી છે.
27 જાન્યુઆરીથી ફરી પાર્સલ સેવા શરુ થય જશે. મહત્વપૂર્વ છે કે દેશભરમાં હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી છે. નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસે ખાસ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સુરક્ષાને લઈને આઈબી દ્વારા પહેલાથી એલર્ટ આપી દેવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે પણ 26 જાન્યુઆરી પહેલા દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ, રેલવે સ્ટેશનો, ધાર્મિક સ્થળો ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
