- બાલુત્રી માઈનોર કેનાલમાં ફરી 20 ફુટનું પડયુ ગાબડુ
- કેનાલની સફાઈ અભાવે વારંવાર પડી રહ્યા છે ગાબડા
- 5 હેકટર જીરાના પાકમાં ફરી વળ્યુ કેનાલનું પાણી
- ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનુ નુકશાન
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યુ છે. કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્ય છે. પંથકની કેનાલોમાં અવારનવાર ગાબડાં પડી રહ્યા છે.
સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, હલકી ગુણવત્તાની કામગીરી કરી કેનાલો બનાવવામાં આવી છે. જેને લઇ વારંવાર ગાબડાં પડી રહ્યા છે. ગત મોડીરાત્રે વધુ પડતું પાણી છોડી દેવાતા ફરી એકવાર ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે.
ગાબડા કારણે વાવ પંથકના ખેડુતોને પડતાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. પહેલા કમોસમી વરસાદ, તીડ આક્રમણ અને ફરી કમસોમી વરસાદને કારણે કૃષિપાકોને મોટું નુકશાન થયેલુ છે. અને હવે વારંવાર કેનાલોમાં પડતા ગાબડાંએ ખેડુતોની સ્થિતિ દયનિય બનાવી દીધી છે. બાલુત્રી કેનાલમાં ગાબડું પડતાં 5 હેકટર જીરાના પાકમાં ફરી વળ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
