ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મીટ્ટુ’ નો પ્રથમ લુક સામે આવ્યો છે. આ લુકમાં તાપસી પન્નુને ઓળખવું મુશ્કેલ લાગી રહ્યું છે. નિર્માતાઓ દ્વારા શેર કરાયેલા પોસ્ટરોમાં તાપસી બરાબર મિતાલી રાજ જેવી જ લાગી રહી છે.
પ્રથમ લૂકમાં તાપસી પન્નુ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બેટ પકડીને ઉભેલી નજરે પડે છે. ભારતીય ક્રિકેટ ટીમના ગણવેશમાં જોવા મળતી તાપસીના કપાળ પર પરસેવો જોવા મળી રહ્યો છે. એમ કહી શકાય કે તેનો લૂક ખરેખર શક્તિશાળી અને તેજસ્વી છે.
Time to stand up for the Women in Blue! Presenting the first look of #ShabaashMithu. A Viacom18 Studios film @M_Raj03 @taapsee @rahuldholakia @priyaaven pic.twitter.com/D6qy55NS4w
— Ajit Andhare (@AndhareAjit) January 29, 2020
નિર્માતાઓએ પોસ્ટર સાથે રીલિઝની તારીખ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 5 ફેબ્રુઆરી, 2021 ના રોજ રીલિઝ થશે. વાયાકોમ 18 સ્ટુડિયો દ્વારા નિર્મિત મિતાલી રાજની બાયોપિકનું દિગ્દર્શન રાહુલ ધોળકિયાએ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે તાપસી પન્નુ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે. મિતાલીની ભૂમિકા માટે તેણે ગ્રાઉન્ડ પર પણ ઘણી પ્રેક્ટિસ કરી છે
ગયા વર્ષે ‘બિલા’, ‘મિશન મંગલ’ અને ‘સેન્ડ કી આંખ’ જેવી બેક ટૂ બેક ફિલ્મમાં તાપસી જોવા મળી હતી અને હવે તે અનુભવ સિંહાની ‘થપ્પડ’ માં પણ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
