રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિને પગલે સમગ્ર રાજકોટનું વાતાવરણ રાજાશાહી જોવા મળ્યું છે. રાજતિલકની વિધીને લઈને સૌરાષ્ટ્રના 50થી વધુ રાજવી પરિવારના સદસ્યોનું રાજકોટમાં આગમન થયું છે. રણજીત વિલાસ પેલેસથી રાજાના વસ્ત્રોમાં સજ્જ થઇ માંધાતાસિંહે ચાંદીની બગીમાં બેસી બેન્ડવાજા સાથે મા આશાપુરાના મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. પૂર્વ મહારાજા લાખાજીરાજની તલવાર માંધાતાસિંહના હાથમાં જોવા મળી હતી. માતાજીના આશિર્વાદ મેળવી રણજીત વિલાસ પેલેસમાં માંધાતાસિંહે અશ્વનું પૂજન કર્યું હતું અને બાદમાં રાજગાદીનું પૂજન કર્યું હતું.
જયદીપસિંહ જાડેજા દ્વારા મહેમાન નું સ્વાગત,કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાઠવી શુભકામનાઓ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ટૂંક સમય માં જ આવી પહોંચશે, અશ્વ પૂજન, ગૌ પૂજન, માતાજી ના દર્શન બાદ 100 થી વધુ ઔષધો અને પવિત્ર જળ વિધિ સાથે રાજગાદી ની પ્રદક્ષીણાં કરી તિલક વિધિ યોજવામાં આવશે
ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતી આપવામાં આવી રહી છે. મુખ્ય યજમાન તરીકે રાજવી માંધાતાસિંહ અને તેમના પત્ની, રાજમાતા કાદમ્બરી દેવી છે. 51 બ્રાહ્મણો દ્વારા 31 તીર્થોમાંથી આવેલા પવિત્ર જળ અને ઔષધીઓથી પણ અભિષેક કરવામાં આવશે. જેનો રેકોર્ડ નોંધાવા જઇ રહ્યો છે. રાજ્યાભિષેકમાં એક પછી એક રેકોર્ડ નોંધાઇ રહ્યા છે.
રાજસુય યજ્ઞમાં 300 બ્રાહ્મણો દ્વારા આહુતી આપવામાં આવી રહી છે. 100 પ્રકારની ઔષધિઓ એકત્ર કરાઇ રહી છે. જેનો અભિષેક પણ કરવામાં આવશે. ભારતની વિવિધ પવિત્ર નદીઓમાંથી જળ એકત્ર કરવામાં આવેલા છે. આજ સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્ય અર્ધ્ય ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંધ્યા પુજન પણ કરવામાં આવશે.
રાજતિલક સમારંભમાં જળ, ઔષધિઓ ઉપરાંત 14 પ્રકારની માટીનો પણ અભિષેક કરવામાં આવશે. જેમાં ગૌશાળા, બળદનાં પગની માટી, રથનાં પૈડાની માટી, સોમનાથ સમુદ્રની માટી, રાજમહેલની માટી, પીપળાનાં વૃક્ષની માટી, ગિરનાર પર્વતના અંબાજી મંદિરની માટી, હાથીના દાંત પર ચોંટેલી માટી સહિતની વિવિધ પ્રકારની માટી દ્વારા પણ તેમનો રાજ્યાભિષેક કરવામાં આવશે.આ પ્રકારે પવિત્ર સ્નાન કરાવવાથી રાજાનાં શરીરમાં દેવી-દેવતાઓનો વાસ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
