- દીવમાં ખાઈમાંથી બે બળદોને બચાવવામાં આવ્યા
- ૧૫ ફૂટની ખાઈમાં એક વર્ષથી પડ્યા હતા આ બળદો
- બળદો ને ઉપર થી આપવામાં આવતો હતો ચારો
દીવ ફાયર સ્ટેશન, ઉના ગૌરક્ષક દળ અને દીવ પશુ ચિકિત્સાના સહયોગથી એક વર્ષથી ખાઈમાં પડેલ બે બળદોને મળેલું જીવનદાન ઉનાના ગૌરક્ષકો ને આભારી છે.
દીવ ઝાંપા બહાર પાસે નાયડાની ગુફાઓ પાસે અને શનિદેવ મંદિર પાછળના માલિકીના મકાન સામે આવેલ 15 ફૂટ જેટલી ઊંડી ખાઈમાં આશરે એક વર્ષ થી બે બળદો પડ્યા હતા. તેમને બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ હતું. તેમને લોકો દ્વારા ઘણી વાર બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ બંને બળદો ના ધમપછાડા થી બધા તેને બહાર કાઢવામાં નિષ્ફળ નિવડ્યા હતા.
જેથી આ બનાવ ની જાણ થતાં દીવ ગૌશાળા દ્વારા આ બંને બળદો ને ખાઈ ની ઉપરથી ચારો નાખવામાં આવતો હતો. આ બનાવ ની જાણ દીવ ફાયર સ્ટેશન માં કરાતા ફાયર ના જવાનો દ્વારા પણ બંને બળદો ને બહાર કાઢવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ નિષ્ફળ થયા હતા.
આખરે ઉના ગૌરક્ષક દળનો સંપર્ક સાધવામાં આવ્યો. ઉના ગૌરક્ષક દળના યુવકો વહેલી સવારથી દીવ આવી પહોંચ્યા હતા. અને સવારે ૯ વાગ્યા થી દીવ ફાયર સ્ટેશન ઓફિસર કિશોર પટેલ, ઉના ગૌરક્ષક દળના યુવકો દ્વારા ભારે જહેમત બાદ અને ફાયર ના જવાનોની મદદથી જોરદાર રેસ્ક્યું હાથ ધરી બંને બળદો ને ૧૫ ફૂટ ઉંડી ખાઈ માથી બહાર કાઢવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ત્યારબાદ બપોરે ઉનાના ગૌરક્ષકો દ્વારા બંને બળદો પર કાબૂ લેવામાં આવ્યો અને ત્યારે દીવ સરકારી પશુ ચિકિત્સા કેન્દ્રના નરેન્દ્રભાઈ દ્વારા બંને બળદો ને બેહોશીનું ઇન્જેક્શન આપ્યા બાદ જે.સી.બી. ની મદદ થી આખા દિવસની મહેનતના અંતે બંને બળદો ને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેમની સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. તેમને ઉના ગૌરક્ષક દળ ના યુવકો, ફાયર ના જવાનો અને પશુ ચિકિત્સાના સહયોગથી નવું જીવનદાન મળ્યું હતું. આ બંને બળદોના જીવનદાન ઉના થી આવેલ ગૌરક્ષકો ને આભારી છે. હાલ બંનેની બળદો ને ગૌશાળા ના લોકો ની નિગરાની હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
