સુધારેલા નાગરિકત્વ કાયદા વિરુદ્ધ જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીની બહાર વિરોધીઓ પર ફાયરિંગની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થી શાદબ ફારૂકને શુક્રવારે સવારે એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જામિયાનાં માસ મીડિયાનાં વિદ્યાર્થી ફારૂકનાં મિત્ર અલ અમીને કહ્યું કે તેમને સવારે આઠ વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમીને કહ્યું, તેના પિતા ગુરુવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે એઇમ્સમાંથી રજા મળ્યા બાદ શાદાબ ફારૂકને સુરક્ષાને ધ્યાનમાં લેતા અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યો છે. શાદાબ કાશ્મીરનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાદાબનાં પિતા તેને ઘરે લેવા માટે આવ્યા હતા, પરંતુ તેણે તેના ઘરે પાછા ફરવાની ના પાડી દીધી છે. તે યુનિવર્સિટીમાં રહેશે. અમીને કહ્યું કે, ફારૂકની હોસ્પિટલમાં સર્જરી કરાઈ હતી. ટ્રોમા સેન્ટરનાં ડોકટરે કહ્યુ કે, હાથની કોઇપણ નસોમાં ઈજા થઈ નથી. તે હાલમાં સ્થિર સ્થિતિમાં છે.
આપને જણાવી દઈએ કે, ગુરુવારે જામિયા નગરમાં વાતાવરણ તંગ બની ગયું હતું જ્યારે એક વ્યક્તિએ સીએએ વિરોધી પ્રદર્શનકારીઓનાં જૂથ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં માસ મીડિયાનો વિદ્યાર્થી ફારૂક ઘાયલ થયો હતો. ફાયરિંગ કરતો શખ્સ આ વિસ્તારમાં પોલીસની હાજરીમાં પિસ્તોલ લહેરાવતો પીછેહઠ કરી રહ્યો હતો અને બુમો પાડીને કહી રહ્યો હતો કે “આ લો આઝાદી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
