Not Set/ સ્પોર્ટ્સ/ મને યાદ છે જ્યારે હુ બિમાર હતો ત્યારે પાકિસ્તાનથી પણ પ્રેમ મળ્યો હતો

ભારતીય ક્રિકેટ ટીમનાં ‘સિક્સર કિંગ’ એવા યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ તે પોતાના ફેન્સ માટે વિદેશી ટી-20 લીગનો ભાગ બનવા માટે હંમેશા તત્પર રહે છે. તેમના પ્રશંસકોની સંખ્યા માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ છે. તેનું કારણ ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુનૂન છે. યુવરાજ સિંહને પાકિસ્તાની પત્રકાર સાજ સાદિકે સોશિયલ મીડિયા પર […]

Top Stories Sports

ભારતીય ક્રિકેટ ટીમનાં ‘સિક્સર કિંગ’ એવા યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ તે પોતાના ફેન્સ માટે વિદેશી ટી-20 લીગનો ભાગ બનવા માટે હંમેશા તત્પર રહે છે. તેમના પ્રશંસકોની સંખ્યા માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ છે. તેનું કારણ ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુનૂન છે. યુવરાજ સિંહને પાકિસ્તાની પત્રકાર સાજ સાદિકે સોશિયલ મીડિયા પર ટાંકીને જણાવ્યું હતું કે, યુવરાજ જ્યારે કેન્સર સામે લડી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનમાં રહેતા લોકોનો તેને ઘણો પ્રેમ મળ્યો હતો.

Image result for yuvraj singh in world cup 2011

જો કે એ વાત સાચી છે કે યુવરાજ સિંહ ટીમ ઈન્ડિયાનો આજે હિસ્સો નથી પણ જ્યારે કોઇ હિટર વિશે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેનું નામ આજે પણ સામે આવી જાય છે. આપને જણાવી દઇએ કે, યુવરાજને ટાંકીને સાજ સાદિકે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “મને યાદ છે જ્યારે હું બીમાર હતો ત્યારે મને પાકિસ્તાનનાં ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. મને ભારતીય ચાહકો તરફથી પણ ઘણો પ્રેમ મળ્યો હતો પરંતુ મને તેટલો જ પ્રેમ પાકિસ્તાન તરફથી પણ મળ્યો હતો. આ માટે હું તે તમામ પાકિસ્તાની ચાહકોનો આભાર માનું છું. “

https://twitter.com/Saj_PakPassion/status/1224270540975808519?s=20

યુવરાજે 2011 ની આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારતને જીતવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. યુવરાજે કેન્સર હોવા છતાં પણ ટીમ માટે રમવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેનું સ્વપ્ન હતું કે તે દેશને વર્લ્ડ કપ અપાવે. ત્યારબાદ વર્લ્ડ કપ 2011માં યુવરાજને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ તરીકે પસંદ કરવામાં આવ્યો. હતો તેણે 9 મેચમાં 5 વિકેટ ઝડપી હતી જ્યારે 4 અર્ધસદીની ઇનિંગ્સ રમતા કુલ 362 રન બનાવ્યા હતા.

Related image

આ ઉપરાંત યુવરાજ હંમેશા ટી-20 વર્લ્ડ કપ માટે હંમેશાં યાદ રહેશે, જે ભારતે જીત્યો હતો. આ દરમિયાન યુવરાજે ઇંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી હતી. તેનો આ વર્લ્ડ રેકોર્ડ આજે પણ તેમનો તેમ છે. તેણે દેશ માટે 304 વનડે મેચ રમી છે, જેમાં 36.55 ની સરેરાશથી 8701 રન બનાવ્યા છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 150 હતું. આ ફોર્મેટમાં તેણે 14 સદી અને 52 અડધી સદી ફટકારી છે. 40 ટેસ્ટમાં તેણે 1900 અને 58 ટી-20 માં કુલ 1177 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.