ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે રમાઇ રહી છે. જ્યા ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ. પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 348 રનનો ટાર્ગેટ આપ્યો છે.
Innings Break!
Century from @ShreyasIyer15 and fifties from @imVkohli & @klrahul11 power #TeamIndia to a total of 347/4 after 50 overs.
Scorecard – https://t.co/ewSrnE8I9m #NZvIND pic.twitter.com/znZEa1vMHq
— BCCI (@BCCI) February 5, 2020
શ્રેયસ ઐયર અને વિકેટકીપર કે.એલ. રાહુલની તોફાની ઇનિંગ્સનાં આધારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટ ગુમાવીને 348 રનનો વિશાળ લક્ષ્ય મુક્યો છે. ઐયરે તેની પ્રથમ વનડે સદી ફટકારી છે, જેમા તેણે 107 બોલમાં 103 રન બનાવ્યા જેમાં 11 ચોક્કા અને 1 છક્કો શામેલ છે.
Top knock 🙌🙌#TeamIndia pic.twitter.com/fDFFXGsmnA
— BCCI (@BCCI) February 5, 2020
વળી, લોકેશ રાહુલે 64 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોક્કા અને 6 છક્કા ફટકાર્યા હતા. ટીમ સાઉદીની ફરી એકવાર ધુલાઇ થઇ હતી. સાઉદીએ 2 વિકેટ ઝડપી હતી પરંતુ 10 ઓવરમાં 85 રન ખર્ચ્યા હતા.
1st ODI. 48.6: J Neesham to KL Rahul (86), 6 runs, 340/4 https://t.co/ewSrnDR7hO #NZvInd
— BCCI (@BCCI) February 5, 2020
અગાઉ પાંચ ટી-20 મેચની સીરીઝ ટીમ ઈન્ડિયા 5-0થી પોતાના નામે કરી હતી, હવે વન-ડે ક્રિકેટનો વારો આવ્યો છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019 ની સેમિફાઇનલમાં આ ટીમ સાથે હારી હતી, આ સાથે ટીમ ઈન્ડિયાની જીતનું સપનું પણ તૂટી ગયું હતું. આ મેચમાં ધોની રન આઉટ થયા બાદ જાણે તે ટીમથી જ આઉટ થઇ ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે તેના મેદાનમાં પરત ફરવાની આશા આજે પણ તેના ફેન્સ કરી રહ્યા છે. વર્લ્ડ કપની તે અંતિમ મેચ હાર્યા બાદ પ્રથમ વખત આ બંને ટીમો વન ડેમાં આમને-સામને થવા જઈ રહી છે.

ટી-20 માં ન્યૂઝીલેન્ડનો સફાયો થયો તે જ રીતે ભારત આ સીરીઝ પણ જીતવાનો પૂરો પ્રયાસ કરશે. આ માટે પ્રથમ મેચ જીતીને ટીમ ન્યૂઝીલેન્ડ પર દબાણ લાવવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. વળી, ન્યૂઝીલેન્ડની ટીમ ટી-20 માં મળેલ હાર બાદ વન-ડે સીરીઝ જીતવાનો પૂરો પ્રયાસ કરશે. બંને ટીમો વચ્ચે આજે રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ મુકાબલો જોવાની આશા છે.
It is time for the 1st ODI and New Zealand have won the toss and opted to bowl first. #NZvIND pic.twitter.com/Bzov9lb5hD
— BCCI (@BCCI) February 5, 2020
ભારતીય ટીમ હવે સેડન પાર્ક ખાતે કિવિઝ સામે વનડે મેચની સીરીઝની પહેલી મેચ રમશે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા હાલમાં ઈજાથી પીડાઈ રહી છે અને રોહિત શર્માને શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. આવી સ્થિતિમાં, પ્રમુખ ખેલાડીઓની ઈજાને કારણે, તેણે પૃથ્વી શો જેવા આકર્ષક યુવા ખેલાડી માટે દરવાજો ખોલ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
