Not Set/ વડોદરા/ M.S. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પૈસા જમા કરાવ્યા છતાંય ટેબ્લેટથી વંચિત કેમ..?

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત ટેબ્લેટ ન મળતાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો 9500 વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે ટેબ્લેટની વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે 1000 જમા કરાવ્યા ટેબ્લેટ ખલાસ થઈ ગયાનું સરકારે જણાવ્યું વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની યોજના અન્વયે મળતા ટેબ્લેટ ના વિતરણમાં ત્રુટી આવી છે . વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી અને આ અંગે સરકારનો […]

Gujarat Vadodara
  • યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત
  • ટેબ્લેટ ન મળતાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો
  • 9500 વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે ટેબ્લેટની
  • વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે 1000 જમા કરાવ્યા
  • ટેબ્લેટ ખલાસ થઈ ગયાનું સરકારે જણાવ્યું

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની યોજના અન્વયે મળતા ટેબ્લેટ ના વિતરણમાં ત્રુટી આવી છે . વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી અને આ અંગે સરકારનો જવાબ પણ હાંસી પાત્ર છે.

વડોદરા ખાતે વિદ્યાર્થી સંગઠનો ટેબ્લેટ નહિ મળતા દેખાવો કરી રહ્યા છે અને હોબાળો મચાવ્યો છે. વડોદરાની એમ એસ યુનીવર્સીટીના આશરે 9500 જેટલા વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે 1000 રૂપિયા જમા કરાવી દીધા હોવા છતાંય  તેમને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી. ટેબલેટ વિતરણની જવાબદારી સંભાળનાર નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતે હાલમાં ટેબ્લેટનો સ્ટોક જ નહી હોવાનો જવાબ યુનિવર્સિટીને આપ્યો હોવાથી હવે યુનિવર્સિટી સત્તાધીશો પણ મૂંઝવણમાં મુકાયા છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના લગભગ ૧૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ટેબલેટ મેળવવા રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. એ પછી વિદ્યાર્થીઓના આધાર કાર્ડની માહિતીનુ સત્તાધીશો દ્વારા વેરિફિકેશન કરાવવામાં આવ્યુ હતુ.આ કાર્યવાહીમાં વિલંબ થયો હતો.જેના કારણે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ટેબ્લેટ વિતરણ થઈ ગયુ હતુ અને યુનિવર્સિટી પાછળ રહી ગઈ હતી.

યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી લીધુ હોવાથી તેમણે જમા કરાવેલા પૈસા પણ ૨૫ દિવસ પહેલા મોકલી દેવાયા છે. જોકે ૩ દિવસ પહેલા જ્યારે ટેબ્લેટ માટે યાદ દેવડાવાયુ ત્યારે નોલેજ કોન્સોર્ટિયમમાંથી જવાબ મળ્યો હતો કે, ટેબલેટનો સ્ટોક ખલાસ થઈ ગયો છે.આમ હવે જ્યારે ટેબ્લેટ આવશે ત્યારે મોકલી આપવામાં આવશે.

હવે ટેબ્લેટક્યારે મોકલાશે તેની સત્તાધીશોને પણ ખબર નથી. બીજી તરફ શૈક્ષણિક સત્ર પુરુ થવાના આડે માંડ બે મહિના બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ કયારે મળશે તે અંગે યુનિવર્સિટીમાંથી કોઈ ખાતરીપૂર્વક કહેવા માટે તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન