ગુજરાતનાં રાજકારણમાં અચાનક નારાજગીનાં ઘોડાપુર જોવામાં આવી રહ્યા છે. ચાલો માની લઇ એ કે, વિપક્ષનાં ધારાસભ્યો તો હંમેશા સરકારથી નારાજ હોય જ છે. પરંતુ અહી તો સત્તાધારી પક્ષનાં ધારાસભ્યો પણ એક બાદ એક નારાજગીનાં સુર આલોપી રહ્યા છે. અધુરામાં પુરુ ભાજપ સરકારમાં કાયમ માટે સંકટમોચનની ભૂમીકામાં જોવા મળાતા ઉપમુખ્યમંત્રી સામે પણ સંકટ સર્જનનાં આરોપો લગાવવામાં આવ્યા છે. તમામ રાજી-નારાજીની તારાજી વચ્ચે ગુજરાતનાં વધુ એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખ્યો છે.
જી હા, પાટણના MLA એ CM ને પત્ર લખ્યો છે અને પત્રમાં લખી ભૂખ હડતાળની ચીમકી પણ આવી દેવામાં આવી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે CM રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે કે, હાંસાપુર પમ્પીંગ સ્ટેશન તાત્કાલિક શરૂ કરો. જ્યારે હાંસાપુર પમ્પીંગ સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ગયુ છે ત્યારે કેમ, કામ પૂર્ણ થયેલ હોવા છતાં હજુ ચાલુ નથી કરવામાં આવી રહ્યું. હાંસાપુર પમ્પીંગ સ્ટેશનનાં કારણે 40 હજારથી વધુ લોકોને પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યા હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે.
પત્રમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે CM રૂપાણી પાસે માંગણી કરવાની સાથે ચિમકી પણ આપી છે કે, જો 11 ફેબ્રુ. સુધીમાં પમ્પીંગ સ્ટેશન ચાલુ કરવામાં આવશે નહીં, તો હડતાળનો સામનો કરવા તૈયાર રહે. 12 ફેબ્રુ.થી CM કાર્યાલય સામે ભૂખ હડતાલ કરવાની ચીમકી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે CM રૂપાણીને પત્ર દ્વારા આપી છે.
તમામ હકીકતો અને રાજકીય હુસાતુસી વચ્ચે લોકોમાં એ પણ ચર્ચાય રહ્યું છે કે, જ્યારે પક્ષનાં(ભાજપનાં) MLAનું નથી સંભળાતુ ત્યાં વિપક્ષેને(કોંગ્રેસને) મળશે ન્યાય ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
