Not Set/ પંજાબમાં ત્રણ માળની બિલ્ડિંગ જમીનદોસ્ત, કાટમાળમાં લોકો ફસાયા હોવાની આશંકા

પંજાબનાં મોહાલી જિલ્લામાં શનિવારે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. પોલીસ-પ્રશાસનની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બચાવ ટીમે બે લોકોને નિકાળી હોસ્પિટલમાં ખસેડ્યા છે. અકસ્માતમાં ત્રણથી ચાર લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચાર જેસીબી મશીનો દ્વારા કાટમાળને હટાવવામાં આવી […]

Top Stories India

પંજાબનાં મોહાલી જિલ્લામાં શનિવારે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. પોલીસ-પ્રશાસનની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બચાવ ટીમે બે લોકોને નિકાળી હોસ્પિટલમાં ખસેડ્યા છે. અકસ્માતમાં ત્રણથી ચાર લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચાર જેસીબી મશીનો દ્વારા કાટમાળને હટાવવામાં આવી રહ્યા છે અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે.

પોલીસે જણાવ્યું કે ખરડ-લાંદરા રોડ પર આ બિલ્ડિંગનાં પાયામાં એક જેસીબી મશીન ખોદકામ કરી રહ્યું હતું. ત્યારબાદ ખોદકામમાં રોકાયેલા જેસીબી ઓપરેટરે બિલ્ડિંગની દિવાલને ટક્કર મારી, પરિણામે મકાન તૂટી પડ્યું. બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસ પણ હતી. આ અકસ્માતમાં બિલ્ડિંગની નજીક ઉભેલા બે મોબાઇલ ટાવર્સ પણ ધરાશાયી થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભોંયરામાં ખોદકામ કરવાને કારણે બિલ્ડિંગ નબળી પડી હતી, જેના કારણે તે તૂટી પડી હતી. કાટમાળને લેવામાં આવી રહ્યો છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મોહાલીનાં એસડીએમ હિમાંશુ જૈને કહ્યું, ‘બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ  6-7 લોકો દબાયેલા હોવાની સંભાવના છે. એનડીઆરએફની ટીમ અને અન્ય સ્ટાફ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.