છસરા,
છસરા ગામે સર્જાયેલા ચકચારી હત્યાકાંડમાં મુંદ્રા પોલીસે સાત આરોપીઓની છસરા અને ભૂજથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ,હત્યા ઉપરાંત વિવિધ કાયદાકીય કલમો તળે કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓને પોલીસે કૉર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે અને ધીંગાણામા સંડોવાયેલા અન્ય આરોપીઓ વિશે, હત્યામા વપરાયેલ શસ્ત્રો વિશે પૂછપરછ કરશે.
આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ લોકેશન અને ઇલેક્ટ્રોનિક સાયન્ટિફિક પુરાવાઓ એકઠા કરશે. સમગ્ર પ્રકરણની તપાસ બોર્ડર રેન્જના આઈજી ડી. બી. વાઘેલા જાતે સંભાળી રહ્યા છે.
છસરા ગામમાં હજી પણ પોલીસ બંદોબસ્ત યથાવત છે. ધીરે ધીરે છસરા ગામનું જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. પોલીસ તટસ્થતાથી આ સમગ્ર બનાવની કાર્યવાહી કરી રહી છે. આપને જણાવી દઈકે ૨૩ ઓક્ટોબરના રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં મુસ્લિમ કુંભાર પરિવાર અને આહીર પરિવાર વચ્ચે ખેલાયેલા સશસ્ત્ર ધીંગાણામા ૬ ની નિર્મમ હત્યા થઈ હતી.
આરોપીની ધરપકડ
અબ્દુલ આરબ કુંભાર. (ઉ.26)
મુસ્તાક આમદ કુંભાર. (ઉ.૩4)
અનવર આમદ કુંભાર.(ઉ. 37)
હિતેશ શામજી ચાવડા. (ઉ. 26)
રિતેશ મ્યાજર ચાવડા. (ઉ. 23)
અશોક વેલજી મકવાણા. (ઉ. 26 )
જીગર વેલજી મકવાણા. (ઉ. 18)
ગત 23 ઓક્ટોબરના રાત્રે 10 વાગ્યાના અરસામાં મુસ્લિમ કુંભાર પરિવાર અને આહીર પરિવાર વચ્ચે ખેલાયેલા સશસ્ત્ર ધીંગાણામા 6 લોકોની હત્યા થઈ હતી. 2 ના મોત બદલ મુસ્લિમ પરિવાર દ્વારા 8 લોકો વિરુદ્ધ ફરિયાદ કરાઇ હતી.
જ્યારે 4 પિતરાઈ ભાઈઓના મોત બદલ આહિર પરિવાર દ્વારા 11 લોકો વિરુદ્ધ ફરિયાદ કરાઇ હતી. બન્ને પક્ષે મળીને કુલ 19 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી.
જોકે, પોલીસ ફરિયાદમાં 6 એ 6 મૃતકો ના પણ નામ સામેલ છે. કુલ 19 આરોપીઓ પૈકી 6 મૃતકોના નામ બાદ કરતાં બાકી 13 આરોપીઓ પૈકી મુંદરા પોલીસે બનાવના 5 મા દિવસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. હજી, 6 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
