દિલ્હીમાં મતદાનની પ્રક્રિયા ગઇ કાલે શનિવારે પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે દરેકની નજર 11 તારીખનાં પરિણામ પર છે. જ્યા એક્ઝિટ પોલ AAP પાર્ટીને સૌથી વધુ બેઠકો મળે તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભાજપે પહેલા કરતા સારુ પ્રદર્શન કર્યુ હોવાનું સામે આવી રહ્યુ છે. આ અંગે મંતવ્ય ન્યૂઝ સાથે AAP નેતા સંજય સિંહે ખાસ વાતચીત કરી છે.
AAP નેતા સંજય સિંહે દિલ્હી ચૂંટણીનાં પરિણામ પહેલા મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા તેમણે કહ્યુ કે, અમે પહેલા પણ કહ્યુ હતુ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. દિલ્હીમાં અમારા કામનાં આધારે અમને વોટ મળ્યા છે. વિજળી, પાણી, રોડ-રસ્તાઓ જે અમે પાંચ વર્ષમાં કરીને બતાવ્યુ છે અને તેની અમે પ્રચાર દરમિયાન પણ ચર્ચા કરી હતી. અમે આગળનાં સમયમાં શું કરવાના છીએ તે પણ અમે રજૂ કર્યુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
https://www.facebook.com/mantavyanews/videos/125634978763056/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
