Not Set/ ખેડૂત દેવામાફી વિધેયક બહુમતીથી ફગાવાયું, કોંગ્રેસે કર્યાં સૂત્રોચ્ચાર

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ ચાલી રહ્યું છે. સરકાર દ્રારા અનેક વિધેયક ગૃહમાં મુકવામા આવી રહ્યા છે અને પસાર પણ કરી દેવામાં આવતા હોય છે. આજે પણ કઇક આવુ જ બન્યુ હતું. પરંતુ વાત થોડી ઉલટી હતી. વાત જાણે આમ હતી કે આજે જે વિધેયક વિધાનસભામાં મુકવામા આવ્યું હતું તે, શાસક પક્ષ ભાજપ દ્રારા નહીં […]

Top Stories Gujarat Others

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ ચાલી રહ્યું છે. સરકાર દ્રારા અનેક વિધેયક ગૃહમાં મુકવામા આવી રહ્યા છે અને પસાર પણ કરી દેવામાં આવતા હોય છે. આજે પણ કઇક આવુ જ બન્યુ હતું. પરંતુ વાત થોડી ઉલટી હતી. વાત જાણે આમ હતી કે આજે જે વિધેયક વિધાનસભામાં મુકવામા આવ્યું હતું તે, શાસક પક્ષ ભાજપ દ્રારા નહીં પરંતુ વિરોધપક્ષ કોંગ્રેસ દ્રારા મુકવામા આવ્યુ હતું.

ખેડૂતોનાં દેવની માફીને બહાલી આપતું વિધેયક ગૃહમાં કોંગ્રેસ દ્રારા મુકવામા આવતા, ગૃહમાં કોંગ્રેસ અને ભાજરમાં ભારે ચર્ચા જોવા મળી હતી. કોંગ્રેસ દ્રારા સરકાર પર આક્ષેપો કરવામા આવ્યા, તો સરકાર દ્રારા કોંગ્રેસને ભૂતકાળ યાદ દેવળાવવામા આવ્યો હતો. તમામ હંગામાં વચ્ચે ભાજપ દ્રારા કોંગ્રેસે મુકેલ ખેડૂતોનાં દેવામાફીને બહાલી આપતું વિધેયક બહુમતીનાં જોરે ફગાવી દેવામા આવ્યું હતુંં. વિધેયક પસાર ન કરી ફગાવી દેવામાં આવતા કોંગ્રેસ દ્રારા વિધાનસભા ગૃહમાં ભારે હંગામો કરી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.