છત્તીસગઢના બીજપુર જિલ્લામાં બસ્તર વિભાગમાં સોમવારે એક એન્કાઉન્ટરમાં સીઆરપીએફનાં કોબ્રા યુનિટના બે જવાન શહીદ થયા હતા. તે બંને સીઆરપીએફનાં કોબ્રા યુનિટની 204 મી બટાલિયનના હતા. તો સામસામેનાં ફાયરીંગમાં એક નક્સલવાદીને પણ ઠાર મારવામાં આવ્યો છે.
બસ્તર વિભાગના સુકમા જિલ્લા અને બીજાપુર સરહદના એરાપલ્લી ગામમાં સવારે જ્યારે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન કરવાની કાર્યવાહી માટે નીકળ્યા ત્યારે માઓવાદી નક્સલીઓ દ્વારા જવાનોનાં કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.
#UPDATE Chhattisgarh: Two CoBRA personnel of 204 battalion have lost their lives in the encounter with naxals at Irapalli village in Bijapur district. https://t.co/jFb2zHaKIb
— ANI (@ANI) February 10, 2020
બસ્તરના આઈજી સુંદરરાજ પી. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એન્કાઉન્ટર હજી પણ ચાલુ છે અને પોલીસ સત્તાવાર આંકડાઓની રાહ જોઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં થોડા દિવસ પહેલા જ ભારતનાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં શાંતી સંધી અને બોડોલેન્ડ કરારને આખરી ઓપ આવાની સાથે સાથે હજારોની સંખ્યામાં નક્સલીઓ દ્વારા આત્મસમર્પણ કરી સામાન્ય જીવનનાં મુખ્ય પ્રવાહમાં પાછા ફરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
