દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં નાના બાળકની મફલર પહેરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ બેબી મફ્લરમેનને 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ અપાયું છે.
મંગળવારે (11 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતગણતરીના દિવસે, એક વર્ષના અવિન તોમરે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન અને આમ આદમી પાર્ટી (આપ) કાર્યાલયમાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કેજરીવાલ જેવા દેખાવા માટે બાળકએ બ્લેક મફલર, ચશ્મા અને આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી. તે સમયે, બાળકના પરિવારે કહ્યું હતું કે કેજરીવાલ તેમના બાળકને મળશે, પરંતુ આવું થઈ શક્યું નહીં અને કેજરીવાલને મળ્યા વિના પરિવાર પક્ષની ઓફિસમાંથી નીકળી ગયો હતો.
Big Announcement:
Baby Mufflerman is invited to the swearing in ceremony of @ArvindKejriwal on 16th Feb.
Suit up Junior! pic.twitter.com/GRtbQiz0Is
— AAP (@AamAadmiParty) February 13, 2020
હવે આપે કહ્યું હતું કે, આ બાળકને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ અપાયું છે. આપએ ટ્વિટ કર્યું હતું કે, “બેબી મફલમેનને 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.” આપને જણાવી દઇએ કે, કેજરીવાલ અહીંના ઐતિહાસિક રામલીલા મેદાન પર રવિવારે (16 ફેબ્રુઆરી) ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
