અનામતના આંદોલને સરકારને બરાબરની ભીંસમાં લીધી છે. એકબાજુ LRDની મહિલા ઉમેદવ્ર સરકાર સામે ન્યાયની માંગ કરી રહી છે અને ૧ ઓગષ્ટ ૨૦૧૮ ના પરીપત્રને રદ કરવા અંગે ૬૪ દિવસથી આંદોલન કરી રહી હતી ત્યારે સરકારે તેમની માંગણીને ન્યાય આપવા માટે પરિપત્ર ને રદ્દ કરવાની જાહેરત કરી પરંતુ આ પરિપત્ર રદ્દ કરતા બિન અનામત વર્ગને અન્યાય થયો છે. અને તે બહેનો છેલ્લા ત્રણ દિવસથી પોતાના બાળકો સાથે સરદારની પ્રતિમા આગળ ધરના ધરીને બેઠી છે.
હવે કોંગ્રેસના બાગી અને હાલ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર આ LRD મહિલાઓની વહારે આવ્યા છે. તેમને સરકાર પાસે આ પરિપત્રને રદ્દ કરવાની માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર ને જે તે સમયે આપેલા વચનો પાળવા માટે વિનંતી કરી છે. અને સરકાર ને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
હાલ તો આ પરીસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, હવે ફરી એકવાર ગુજરાતમાં અનામત નો દબાયેલો સુર ભડકાનું સ્વરૂપ ધારણ કરશે. કોંગ્રેસ માંથી પલાયન કરી ગયેલા અને હાલ ભાજપી નેતા અલ્પેશને ફરી એકવાર અનામત ને મુદ્દે જાહેર જનતા સામે મજબુત નેતા તરીકે ઉભારવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અને ફરી એક વાર પોતાની ડૂબતી રાજકીય કારકિર્દીને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આ અનામતનું આંદોલન કદાચ ગુજરાતમાં ઘણા બધા નવા રાજકીય સમીકરણો પણ રચી શકે છે. કોઈ નો તાજ છીનવી શકે છે તો તો કોઈ ને તાજ અપાવી પણ શકે છે. હવે કોનો તાજ જશે અને કોને મળશે તે તો આવનારો સમય જ બતાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
