PM મોદી સરકાર પાર્ટ-૨નાં આઠ મહિનામાં 100થી વધુ અભૂતપૂર્વ કાર્યોએ ઈતિહાસ રચ્યો છે. બોડો આંદોલનની સમાપ્તિથી લઈ ને ચિફ ઑફ ડીફેન્સ સ્ટાફ સુધીના ડઝનબંધ કાર્યોનો હિસાબ આપતા PM મોદી દ્વારા પોતાની વાત જણાવવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર પાર્ટ-૨ કાર્યકાળનાં આઠ મહિના થઈ ગયા છે. મોદી સરકારનાં ૮ મહિનાનો કાર્યકાળને જોઈએ તો ત્રણ તલાક સમાપ્ત કરવા, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા, સીએએનો અમલ કરાવવા, રામ મંદિર ટ્રસ્ટ બનાવવા જેવા મોટા નિર્ણયો મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. બીજી બાજુ રામ મંદિરનાં સૌથી જૂના કેસ કેસનું સમાધાન પણ સુપ્રીમ કોર્ટનાં આદેશથી મોદી સરકારનાં કાર્યકાળમાં આવી ગયું છે. લોકસભા અને રાજ્યસભાનાં સત્રોની રેકૉર્ડ કામગીરી સાથે અને અગાઉની સરકારો જે નથી કરી શકી એવા અઘરામાં અઘરા બિલો પાસ કરાવીને મોદી સરકારે તેમની બીજી ટર્મની સારી શરૂઆત કરી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના ધ્યેયથી પ્રેરિત થઈને અને કરોડો ભારતીયોના આશીર્વાદથી મોદી સરકારે છેલ્લાં આઠ મહિનામાં એકસોથી વધુ અભૂતપૂર્વ કાર્યો કરીને ઈતિહાસ રચ્યો છે.આ તમામ કાર્યો અંગે વડા પ્રધાને હમણાં “ટાઈમ્સ નાઉ”ના એક કાર્યક્રમમાં મન મૂકી ને વાતો કરી હતી. મોદી સરકારનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો આ મુજબ છે..
* દેશનાં દરેક ખેડૂતને પીએમ કિસાન યોજનાનાં કાર્યક્ષેત્ર હેઠળ લાવવાનો નિર્ણય પૂર્ણ.
* ખેડૂત, મજૂર, દુકાનદારને પેન્શન આપવાની યોજના શરૂ.
* પાણી જેવા મહત્વનાં મુદ્દાઓ પર સાઈલોસ સમાપ્ત કરીને જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી.
* મધ્યમ વર્ગનાં અધૂરા મકાનોને પૂર્ણ કરવા માટે ૨૫ હજાર કરોડનું વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું.
* દિલ્હીનાં ૪૦ લાખ લોકોને ઘરનો અધિકાર આપતો કાયદો ઘડવામાં આવ્યો.
* ચાઈલ્ડ અબ્યુઝ વિરુદ્ધ કડક સજાનો કાયદો બન્યો.
* ટ્રાન્સજેન્ડરઓને અધિકારી આપતો કાયદો થયો.
* ચિટફંડ સ્કીમની છેતરપિંડીથી રક્ષણ કરતો કાયદો રચાયો.
* નેશનલ મેડિકલ કમિશન એક્ટ આવ્યો.
* કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો.
* માર્ગ અકસ્માત નિવારણ માટે કડક કાયદો લાવ્યા.
* ચીફ ડિફેન્સ સ્ટાફની રચના કરવામાં આવી હતી.
* દેશને નેક્સ્ટ જનરેશન ફાઈટર પ્લેનની ડિલિવરી.
* બોડો પીસ એકોર્ડ થઈ.
* બ્રુરિયાંગ પરમાનેન્ટ સેટલમેન્ટ પૂરો.
આ ઉપરાંત મોદી સરકાર દ્વારા..
* માર્ગો, રેલવે, એરપોર્ટ, બંદરો વગેરેમાં માળખાગત સુવિધા ઊભી કરવામાં રૂ. ૧૦૦ લાખ કરોડનું રોકાણ કરવા માટેની યોજના ઘડવામાં આવી છે.
* ભ્રષ્ટાચાર સામે વધારે કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે અને બેન્કિંગ સિસ્ટમની સફાઈ કરવામાં આવી છે.
* આર્થિક ભાગેડુ અપરાધીઓ સામેનું વલણ વધારે કડક બનાવવામાં આવ્યું છે.
* નાદારી અને બેન્કિંગ આચારસંહિતામાં સુધારો કર્યો છે.
* ૫૦ કરોડ કામદારોને લાભદાયક શ્રમ કાયદામાં સુધારો કર્યો છે.
* આગામી ત્રણ વર્ષમાં ગામડાઓમાં દરેક કુટુંબને વીજળી અને એલપીજી કનેક્શન પ્રદાન કરવાની યોજના બનાવવામાં આવી છે.
મોદી સરકાર પાર્ટ-૨નાં કાર્યકાળમાં આઠ મહિનામાં થયેલા કામોનાં આ ફક્ત કેટલાંક નમૂના છે. છેલ્લાં આઠ મહિનામાં આવા એકસોથી વધુ ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યો કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના સંકલ્પ પત્રમાં જે વાયદોનો ઉલ્લેખ કર્યો હતો તેમાંથી મોટા ભાગનાં વાયદાઓને આઠ મહિનાની અંદર પૂરા કરી દીધા છે. મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-૩૭૦ હટાવવા, નાગરિકતા સંશોધન બિલ અમલ કરાવવા અને ત્રણ તલાકની વિરુદ્ધ કાયદો બનાવવાનો મોટો વાયદો કર્યો હતો. આ ત્રણેય મોટા વાયદાને પૂરા કર્યા બાદ હવે મોદી સરકાર ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા બિલ અને જનસંખ્યા નિયંત્રણ કાયદા પર કામ શરૂ કરવા જઈ રહી છે. મોદી હૈ તો મુમકીન હૈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
