દિલ્હી.
રાજધાની દિલ્લીમાં સત્તા પર બિરાજમાન આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ચુંટણી પંચ દ્વારા આપના ૨૦ ધારાસભ્યોની ઉમેદવારી રદ્દ કરવાના નિર્ણય પર રાષ્ટ્રપતિએ મહોર લગાવી છે અને તમામ ૨૦ MLA ની ઉમેદવારી અયોગ્ય ઠેરવી છે. રાષ્ટ્રપતિના આ નિર્ણય બાદ સીએમ અરવિંદ કેજરીવાલ માટે આગામી દિવસો કપરા ચઢાન સાબિત થઇ શકે છે. સરકાર દ્વારા mlaની ઉમેદવારી રદ્દ થયા અંગે નોટિફિકેશન પણ રજુ કરવામાં આવ્યું છે.
આ પહેલા ઇલેકશન કમિશને આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને “ઓફિસ ઓફ પ્રોફિટના” આરોપમાં તેમની સદસ્યતા રદ્દ રદ્દ કરી હતી અંતિમ મહોર મારે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યું હતું ત્યારે રવિવારે રાષ્ટ્રપતિએ તમામ mlaની ઉમેદવારીને યોગ્ય ઠેરવતા રદ્દ કરી હતી.
મહત્વનું છે કે, કેજરીવાલ સરકારે પોતાના મંત્રીઓની દલીલ કરતા માર્ચ ૨૦૧૫માં ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા. ત્યારબાદ વકીલ પ્રશાંત પટેલે ” ઓફિસ ઓફ પ્રોફિટ”ના આરોપ બતાવતા આ તમામ ધારાસભ્યોની નિમણુંકને ચેલેન્જ કરી હતી. આ મામલો રાષ્ટ્રપતિ બાદ ઇલેકશન કમિશન અને અંતમાં દિલ્લી હાઈકોર્ટમાં પહોચ્યો હતો. જયારે શુકવારે ચુંટણીપંચે આ તમામને અયોગ્ય જાહેર કર્યા હતા.
