લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 13 ની વિજેતાની ઘોષણા થઇ ચુકી છે. સિદ્ધાર્થ શુક્લા અને આસીમ રિયાઝ વચ્ચે ટક્કર થઈ હતી, પરંતુ સિદ્ધાર્થ વધુ મત મેળવીને ટાઇટલ જીત્યો હતો. સ્પર્ધકોના પરિવારજનો પણ શોમાં પહોંચ્યા હતા. આસીમની માતા, પિતા, ભાઈ, ભાણી અને પરિવારના અન્ય સભ્યો પણ તેનો ભાગ બન્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હોસ્ટ સલમાન ખાન આસીમની ભાણીને ચોકલેટ આપતાનજરે પડે છે.
આસીમ રિયાઝના ભાઈ ઉમરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં સલમાન આસીમની ભાણીને ચોકલેટ આપતા નજરે પડે છે. ઉમરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘સલમાન ખાનનો ખૂબ ખૂબ આભાર. તમે ખરેખર ખૂબ જ દિલદાર વ્યક્તિ છો. તેણે બે દિવસ ચાલેલા શૂટિંગમાં એલિઝાની સંભાળ લીધી અને તેને કમ્ફર્ટેબલ લાગે તે માટે તેને ચોકલેટ પણ આપી.
https://www.instagram.com/p/B8miv6_JpzA/?utm_source=ig_embed
https://www.instagram.com/p/B8kIDUwJE2x/?utm_source=ig_embed
શો વિશે વાત કરવામાં આવે તો સિદ્ધાર્થ શુક્લા, આસીમ રિયાઝ, શહનાઝ ગિલ, રશ્મિ દેસાઇ, આરતી સિંહ અને પારસ છાબરા ટોચના 6 સ્પર્ધકોમાં સામેલ થયા હતા. પારસે 10 લાખ રૂપિયા સાથે શો છોડી દીધો હતો. આ પછી એક પછી એક આરતી, રશ્મિ અને ત્યારબાદ શહનાઝ પણ આઉટ થઈ ગઈ. અંતમાં સિદ્ધાર્થ અને આસીમમાં સિદ્ધાર્થે બાજી મારી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
