Not Set/ LRD ભરતી મુદ્દે સરકારે કરેલી જાહેરાત થિંગડા મારી કામ ચલાવવાની વાત છે : ચંદ્રવદન પીઠાવાલા

છેલ્લા બે મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા LRD વિવાદમાં સરકારે કરેલી જાહેરાત બાદ પણ મહિલા આંદોલનકારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે નાયબ મુખ્યમંત્રી સાથે અનામત વર્ગના અગ્રણીઓની મળેલી બેઠક બાદ પણ આ મુદ્દે કોઈ સમાધાન સમી આવ્યું નથી. અનામત વર્ગ ૧ ઓગષ્ટ ૨૦૧૮ ના વિવાદિત પરિપત્ર ણે રદ કરવાના મુદ્દે આજે પણ […]

Uncategorized

છેલ્લા બે મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા LRD વિવાદમાં સરકારે કરેલી જાહેરાત બાદ પણ મહિલા આંદોલનકારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે નાયબ મુખ્યમંત્રી સાથે અનામત વર્ગના અગ્રણીઓની મળેલી બેઠક બાદ પણ આ મુદ્દે કોઈ સમાધાન સમી આવ્યું નથી. અનામત વર્ગ ૧ ઓગષ્ટ ૨૦૧૮ ના વિવાદિત પરિપત્ર ણે રદ કરવાના મુદ્દે આજે પણ અડગ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ચાલુ અનામત આંદોલન મુદ્દે સરકાર સાથે ચર્ચા થઈ છે તેમાં માત્ર કટ ઓફ માર્ક્સ મામલે સ્પષ્ટિકરણ થયુ છે અને અમે એમાંજ સહમત છીએ. બાકી અમારું આંદોલન ચાલુ રહેશે

70 દિવસથી અમારી બહેનો બેઠી છે. જેમાં ગઈકાલે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી આ બહેનોની  જીત થઇ છે.  જે બહેનો ને ઓર્ડર મળ્યો છે તે જઇ શકે છે. પરંતુ અમારી સમિતિ આંદોલન ચાલુ રાખશે. આવતીકાલે કોર્ટ માં સરકાર પોઝિટિવ એફિડેવિટ કરે તેમ જણાવ્યું હતું.

OBC નેતા અભિજીત ઠાકોરે આ મુદ્દે જણાવ્યું હતું કે, 1/8/18નો પરિપત્ર રદ થાય એક જ માંગણી છે. નાયબ મુખ્યમંત્રી સામે અમારો આક્રોશ છે જ તે યથાવત રહેશે. અમે લડી લઈશું પણ ઠરાવ રદ કરાવીશું જ.

તો આ મુદ્દે કોળી સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ ચંદ્રવદન પીઠાવાળાએ જણાવ્યું હતું કે, સરકારે કરેલી જાહેરાત લોલીપોપ છે. 1/8/18 ના પરિપત્ર થી અમારી અવનારી પેઢી ને નુકશાન કર્તા છે. આજે અહીં તેનો વિરોધ કરવા ભેગા થયા છીએ. sc st obc સમાજ આજે એકમંચ પર છે. અને અધિકારની લડાઈ લડવા ભેગા થયા છીએ. આજે એક કમિટીનું ગઠન કરીશું. અને ગામડે ગામડે તાલુકે તાલુકે જઇ પ્રજાને જાગૃત કરીશુ. અને આ પરિપત્ર  કેટલો નુકસાન કરી શકે છે તે સમજાવીશું. જો સરકાર અમારી માંગ નહિ સ્વીકારે તો આગામી સમય માં મોટું સંમેલન કરીશું અને સચિવાલય નો ઘેરાવ કરીશું. ગઈકાલે જે જાહેરાત કરી તે થિંગડા મારી કામ ચલાવવાની વાત છે..sc st obc સમાજ ને અન્યાય કરવાની વાત છે. આ ઠરાવ રદ કરવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હું સમાજની દીકરીઓ ને સલામ કરું છું. સમાજ એક થાય અને સરકાર ને બતાવી દઇશું.  આગામી સમયમાં એક મહાસંમેલન કરીશું અને દિલ્હી સુંધી આ આંદોલન ને લઈ જઈશું.

પૂજા બેન, આંદોલનકારી👇🏻

સવારે જે બેઠક થઇ તેમાં એક વાત નુ  સ્પષ્ટીકરણ થયું છે પણ ઠરાવ ની વાત જુદી છે. કાલે કોર્ટ ની મુદત માં સરકાર અમારા તરફી એફિડેવિટ કરી ઠરાવ રદ કરે તેવી માંગણી  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.