લોકડાઉન મામલે મહત્વની માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા માહિત કરવામાં આવી રહ્યું છે કે, લોકડાઉનની મુદતમાં બે સપ્તાહનો વધારો થઈ શકે છે. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વડાપ્રધાનની બેઠક પૂર્ણ થઇ ગઇ છે અને બેઠક પૂર્ણ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું tweet પણ કર્યુ છે. વડાપ્રધાન પણ લોકડાઉન વધારવાનાં નિર્ણયની તરફેણમાં હોવાની વાત કરવામાં આવી છે.
દેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોર્નફરન્સ કરી હતી. જેમાં વધુ રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની વાતમાં પોતાનું સમર્થન આપ્યું છે શરૂઆતમાંથી પીએમ મોદી સામે 11 મુખ્યમંત્રીઓ માંથી 10એ લોકડાઉન વધારવાની માંગ કરી હતી.
જાણી લો કયા રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની માંગ કરી
બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંહે પણ લોકડાઉન વધારવાની સલાહ આપી. કેજરીવાલે રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન વધારવાની માંગ કરી છે. એ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પાસે આર્થિક મદદ પણ માંગી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સિંગમાં લોકડાઉનની અવધિ લંબાવવા પર ચર્ચા થઈ હતી. સાથે જ વાયરસ સાથે નિપટવાના સૂચન માગ્યા હતા. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હું 24 કલાક ઉપલબ્ધ છું, એ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને ચાલીશું અને નિશ્ચિત રણનીતિ સાથે કામ કરીશું. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇ એક પ્રેઝન્ટેશન પણ આપ્યું.
આ રાજ્યોએ લોકડાઉન વધારવાનો નિર્ણય લઇ લીધો છે.
બેઠકમાં પંજાબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દેશમાં લોકડાઉન વધારવાની માંગ કરી હતી. જો કે આ બેઠક પહેલા ઓડીશામાં 30 એપ્રિલ અને પંજાબમાં 1 મેં સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લઇ લેવાયો છે.
PM મોદી કરી શકે છે રાષ્ટ્રજોગ સંબોધન
PM નરેન્દ્ર મોદી રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે યોજવામાં આવેલી બેઠક અને બેઠકમાં લગભગ તમામ મુખ્યમંત્રી દ્વારા લોકડાઉન વધારવાની તરફેણ બાદ રાષ્ટ્રજોગ પ્રવચન કરી શકે છે. PM નરેન્દ્ર મોદીના સંદેશા તરફ દેશવાસીઓની મીટ મંડરાયેલી જોવામાં આવી રહી છે. ત્યારે PM મોદી રાત્રે આઠ કલાકે રાષ્ટ્રને સંબોધન કરશે…….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
#કોરોનાવાયરસ #કોરોનાવૈશ્વિકમહામારી #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ
