Not Set/ ઈસ્ટર પર PM મોદીએ પાઠવી શુભેચ્છા, કોરોના મહામારીને લઇને કરી પ્રાર્થના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે અને કોરોના વાયરસ માટે પ્રાર્થના પણ કરી છે. પીએમ મોદીએ રવિવારે ટ્વિટ કરીને ઇસ્ટરનાં વિશેષ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવી છે. આપણે પ્રભુ ખ્રિસ્તના મહાન વિચારો, ખાસ કરીને ગરીબ અને જરૂરીયાતમંદોને સશક્ત બનાવવા માટેની તેમની અવિરત પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ ઇસ્ટરએ આપણને […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે અને કોરોના વાયરસ માટે પ્રાર્થના પણ કરી છે. પીએમ મોદીએ રવિવારે ટ્વિટ કરીને ઇસ્ટરનાં વિશેષ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવી છે. આપણે પ્રભુ ખ્રિસ્તના મહાન વિચારો, ખાસ કરીને ગરીબ અને જરૂરીયાતમંદોને સશક્ત બનાવવા માટેની તેમની અવિરત પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ ઇસ્ટરએ આપણને સફળતાપૂર્વક કોવિડ-19 ને પાર કરવા અને સ્વસ્થ ગ્રહ બનાવવાની શક્તિ આપે.

આજે ઇસ્ટર સન્ડે ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. ખ્રિસ્તી સમુદાયનાં લોકો ઇસ્ટર સન્ડેને આનંદ તરીકે ઉજવે છે. જણાવી દઇએ કે, ગુડ ફ્રાઈડે પર, ઇસ્ટર સન્ડેનાં બે દિવસ પહેલા, ઈસુ મસીહાએ સત્યનું રક્ષણ કરતા અને લોકોને સત્યનાં માર્ગ પર ચાલવાનો સંદેશ આપતા ફાંસી પર ચઢીને પોતાના જીવનો ત્યાગ કર્યો હતો. ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ અનુસાર, ભગવાન ખ્રિસ્તનું રવિવારે પુનરુત્થાન થયું હતુ.

આ ખુશીમાં જ ખ્રિસ્તી ધર્મનાં લોકો દર વર્ષે આ દિવસને ઈસ્ટર સન્ડે તરીકે મનાવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ખ્રિસ્તનાં પુનર્જન્મ પછીનાં 40 દિવસ સુધી, તેમણે તેમના અનુયાયીઓને માનવતાનું રક્ષણ અને સત્યને કેવી રીતે ટેકો આપવાનો સંદેશ આપ્યો હતો. 40 દિવસ પછી, તેમણે ફરીથી પોતાનો જીવ ત્યાગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.