Not Set/ CDS નાં પાક. પર શાબ્દિક પ્રહાર, કહ્યુ- આતંકીઓને જ્યા સુધી ભંડોળ મળવાનું બંઘ નહી થાય ત્યાં સુધી…

દેશનાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત મુજબ, આપણા દેશને યુ.એસ. ની જેમ આતંકવાદનો સામનો કરવો પડશે. દિલ્હીમાં યોજાયેલા રાયસેના સંવાદ 2020 માં વાત કરતા તેમણે કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદને ભંડોળ મળવાનું બંધ નહી થાય ત્યાં સુધી તે નાબૂદ કરી શકાશે નહી. Chief of Defence Staff (CDS) General Bipin Rawat, at Raisina Dialogue […]

Top Stories India

દેશનાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત મુજબ, આપણા દેશને યુ.એસ. ની જેમ આતંકવાદનો સામનો કરવો પડશે. દિલ્હીમાં યોજાયેલા રાયસેના સંવાદ 2020 માં વાત કરતા તેમણે કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદને ભંડોળ મળવાનું બંધ નહી થાય ત્યાં સુધી તે નાબૂદ કરી શકાશે નહી.

બિપિન રાવતે કહ્યું કે, જ્યાં સુધી આપણે આતંકવાદનાં મૂળમાં નહીં પહોંચીએ ત્યાં સુધી આપણે તેનાથી છૂટકારો મેળવી શકીશું નહીં. આપણે તેની સાથે રહેવું પડશે. તેને સમાપ્ત કરવા માટે, આપણે તેને સમજવું પડશે અને તેના મૂળ સુધી પહોંચવું પડશે. જનરલ બિપિન રાવતે કહ્યું કે, આપણે આતંકવાદને પહોંચી વળવા માટે તે જ ઉપાય શોધવો પડશે જે 9/11 હુમલા બાદ અમેરિકાએ અપનાવ્યું હતુ. અમેરિકાએ આતંકવાદ સામે વૈશ્વિક લડત લડવાનો નિર્ણય કર્યો હતો. આ કરવા માટે આતંકવાદીઓને એકલા કરવા પડશે અને આતંકવાદને ભંડોળ આપનારાઓ સામે કાર્યવાહી કરવી પડશે.

આ સિવાય સીડીએસ બિપિન રાવતે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, જે આતંકવાદને પ્રાયોજિત કરે છે તેની સામે પગલા લેવાની જરૂર છે. આવા લોકોને બ્લેકલિસ્ટ બનાવીને એફએટીએફ સારું કામ કરી રહ્યું છે. રાજકીય રીતે, આ દેશોને અલગ પાડવાની જરૂર છે. આ સાથે સીડીએસ બિપિન રાવત પાકિસ્તાન તરફ ઇશારો કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં પાકિસ્તાન એક માત્ર દેશ છે જે પોતાના દેશમાં આતંકવાદીઓને પનાહ આપે છે અને તેમને પૂરતી સુરક્ષા પણ આપે છે. ત્યારે સીડીએસ બિપિન રાવત પાકિસ્તાનનું નામ લીધા વિના આડકતરી રીતે તેને ચેતવણી પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.