કોરોનાને કારણે, દેશમાં 21 દિવસનો લોકડાઉન સમયગાળો આજે એટલે કે 14 એપ્રિલનાં રોજ પૂર્ણ થવા જઇ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને સંબોધન કર્યુ. વડા પ્રધાન મોદીએ કહ્યુ, ભારતવાસીઓએ કોરોના સામેની લડાઈમાં સહભાગી થઈને પોતાનું કર્તવ્ય બતાવ્યું છે. હું આપ સૌને આદરપૂર્વક નમન કરું છું. રોના સામે ભારતની લડાઈ ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. તમે લોકોએ કષ્ટ સહન કરીને પણ દેશને બચાવ્યો છે.
વડા પ્રધાન મોદીએ કહ્યુ કે, કોરોના સામેની આપણી લડાઈ ઘણી જ મજબૂત રહી છે. હું આપના બલિદાન બદલ આભાર માનું છું. વધુમાં કહ્યુ કે, કોરોનાથી થનારા નુકસાનને નાથવામાં આપણે સફળ રહ્યા છીએ. લૉકડાઉનમાં લોકો સંયમથી ઘરમાં સાદગીથી તહેવાર મનાવી રહ્યા છે તે પ્રેરક અને પ્રશંસનીય છે. ઝડપી નિર્ણયો લઈ કોરોનાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અન્ય દેશોની તુલનામાં ભારતનો સારો પ્રયાસ રહ્યો છે. ભારતમાં 100 કેસ થયા ત્યારે જ જીમ, મોલ બંધ કરી દેવાયા હતા, જે દેશનાં હિતમાં લેવાયેલો નિર્ણય હતો. જો આપણે કોરોનાને રોકવા ઝડપથી પગલાં ન લીધા હોત તો આજે પરિસ્થિતિ શું બની ગઈ હોત જેની કલ્પના કરતાં પણ રૂંવાટા ઊભા થઈ જાય.
Lockdown will be extended across India till May 3: PM Narendra Modi pic.twitter.com/QwxKm1pwBP
— ANI (@ANI) April 14, 2020
