ચીન કોરોના વાયરસની વેક્સીન વિકસાવવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. ચાઇનીઝ બાયોટેકનાં એક રિપોર્ટ અનુસાર, એક વાંદરાને કોવિડ-19 ની રસી આપવામાં આવી હતી અને આ પહેલીવાર છે જ્યારે વાંદરાનું જીવન કોરોના વાયરસથી બચી શક્યું છે. વૈજ્ઞાનિકોને કહેવામાં આવ્યું છે કે, જૂના સમયનાં ફોર્મ્યુલા પર રાસાયણિક નિષ્ક્રિય વર્ઝન પર આધારિત રસીની વાંદરાઓ પર કોઈ આડઅસર થઈ નથી. આ રસીનું હ્યૂમન ટ્રાયલ 15 એપ્રિલથી શરૂ થયું છે.
ચિની કંપની સિનોવેક બાયોટેક નામની ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી રસીનાં બે ડોઝ આઠ વાંદરાઓને આપવામાં આવ્યા હતા. ત્રણ અઠવાડિયા પછી, સમાન ગ્રુપે વાંદરાઓને સમાન વાયરસ આધારિત રસી સાથે ઇન્જેક્શન આપવામાં આપ્યુ હતુ. આ રસી વાંદરાઓનાં ફેફસાં પર વિન્ડપાઇપ હેઠળ લાગાવવામાં આવી હતી. કોઈ વાંદરામાં ચેપ લાગવાના સંકેત મળ્યા નથી. વાંદારોને આ રસીનો સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યો હતો. સાત દિવસ પછી, તેમાં વાયરસ મળી આવ્યો, પરંતુ રિસર્ચર્સને તેના ફેફસામાં કોઈપણ પ્રકારનો ચેપ મળ્યો નહી.
જોકે કેટલાક લોઅર ડોઝવાળા વાંદરામાં વાયરસનાં લક્ષણો જોવા મળ્યા હતા, તેમ છતાં એવું લાગ્યું હતું કે, રસી બાદ ચેપને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી હતી. સિનોવિકની ટીમે 19 એપ્રિલે પ્રકાશિત કરેલા એક પેપરમાં આ માહિતી જાહેર કરી છે. આ સિવાય, ચાર પ્રાણીઓમાં ઉચ્ચ સ્તરનાં વાયરસ જોવા મળ્યા હતા અને તે શરીરનાં ઘણા ભાગોમાં નોંધવામાં આવ્યું હતું. તે પ્રાણીઓમાં પણ ન્યુમોનિયાનાં ગંભીર સંકેતો જોવા મળ્યા હતા. સિનોવિકનાં સિનિયર ડિરેક્ટર મેંગ વેઇનિંગનાં જણાવ્યા અનુસાર, પરિણામ પછી તેણે ઘણો વિશ્વાસ મેળવ્યો છે. તેમને વિશ્વાસ છે કે આ રસી માણસો પર પણ અસરકારક રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
