કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. જેના કારણે વિશ્વમાં બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત 27 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ભારતમાં પણ કોરોનાનાં 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 800 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 26,496 કોવિડ-19 દર્દીઓ મળી આવ્યા છે. વળી 824 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજધાની દિલ્હીમાં 2,625 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જેમાં 54 લોકોનાં મોત નીપજ્યાં છે.
લોકડાઉન દરમિયાન લોકોને અનેક છૂટની વચ્ચે સરકારે 3 મે પછીની તૈયારી શરૂ કરી દીધી છે. દેશનાં જુદા જુદા ભાગોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થવાને કારણે, તે સંપૂર્ણપણે દૂર થવાની સંભાવના ઓછી છે. જો કે, તેના સ્વરૂપમાં ફેરફાર કરવા અને કેટલાક વિસ્તારોમાં રાહત મળે તેવી સંભાવના છે. શનિવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ વિવિધ રાજ્યોનાં મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશક અને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા મુખ્ય અધિકારીઓ સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
